ચરસ@ભુજઃ યુવાધનને નશાના રવાડે ચડાવવા કચ્છના દરિયા કિનારાનો ઉપયોગ!

અટલ સમાચાર. ભુજ કચ્છના દરિયાકાંઠેથી કેફીદ્રવ્ય ચરસના ચાર દિવસમાં 170થી વધુ પેકેટ સર્ચ ઓપરેશનમાં મળી આવ્યા છે. કચ્છમાંથી ચાલતા નશાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. જખો કોસ્ટગાર્ડ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા દરિયા અને કાંઠા વિસ્તારમાં નશાના નેટવર્કનો પર્દાફાશ કરવા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.મંગળવારે કચ્છના વિવિધ સમુદ્રકાંઠેથી સર્ચ ઓપરેશનમાં પોલીસને 150, ભારતીય તટરક્ષક દળને 21 અને
 
ચરસ@ભુજઃ યુવાધનને નશાના રવાડે ચડાવવા કચ્છના દરિયા કિનારાનો ઉપયોગ!

અટલ સમાચાર. ભુજ
કચ્છના દરિયાકાંઠેથી કેફીદ્રવ્ય ચરસના ચાર દિવસમાં 170થી વધુ પેકેટ સર્ચ ઓપરેશનમાં મળી આવ્યા છે. કચ્છમાંથી ચાલતા નશાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. જખો કોસ્ટગાર્ડ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા દરિયા અને કાંઠા વિસ્તારમાં નશાના નેટવર્કનો પર્દાફાશ કરવા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.મંગળવારે કચ્છના વિવિધ સમુદ્રકાંઠેથી સર્ચ ઓપરેશનમાં પોલીસને 150, ભારતીય તટરક્ષક દળને 21 અને સીમા સુરક્ષા દળને એક પેકેટ મળ્યું હતું. રાજ્ય સહિત દેશના યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે વિદેશમાંથી ચરસનો જથ્થો ઘસાડવા માટે કચ્છના દરિયા કિનારાનો ઉપયોગ કરાતો હોવાનું સુત્રોમાની રહ્યા છે.
એક મહિનાથી દરિયામાં તણાઇ આવ્યા બાદ બિનવારસી હાલતમાં’ મળી રહેલા ચરસના પડીકાઓ ભારતીય તટરક્ષક દળની ટુકડીએ આજે જખૌ વિસ્તારમાંથી ચરસના વધુ 21 પેકેટ શોધી કાઢયા હતા. તો સીમાદળની ટુકડીને ક્રીક વિસ્તારમાંથી એક પેકેટ મળ્યું હતું. એસ.પી. તોલંબિયાએ પશ્ચિમ કચ્છના જયાં જયાં ગુના નોંધાયેલા છે તે પોલીસ મથકો અને તેના દરિયાઇ વિસ્તારની જાતમુલાકાત લીધી હતી. કાંઠાળ વિસ્તારનું જાતનિરીક્ષણ કરવા સાથે તેમણે તાબાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. અત્યાર સુધી પકડાયેલા ચરસની કિંમત કરોડોની થાય છે.