આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર. પાલનપુર

પાલનપુર પાલિકામાં સત્તાધીન ભાજપના પ્રમુખની ભૂમિકાને લઇ પાર્ટીના જ સભ્ય દ્વારા ચોકાવનારી રજૂઆત થઇ છે. શહેરના વિકાસલક્ષી નકશામાં મોટી ઘાલમેલ થતી હોવાની ઉગ્ર દલીલ સાથે છેક પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ કરી છે. જેમાં પ્રમુખ વિરુદ્ધ ભ્રષ્ટ્રાચાર, ગેરરિતી અને નાણાકિય અનિયમિતતા બદલ સસ્પેન્ડ કરવા માંગ કરી છે. અગાઉની સનસનીખેજ રજૂઆત બાદ ફરી એકવાર ભાજપના જ પ્રમુખ સામે ભાજપના જ સભ્યએ લેખિતમાં ગાંધીનગર સુધી ફરિયાદ કરી છે. જેને લઇ પાલનપુર શહેર સહિત જિલ્લાભરના રાજકિય આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પાલિકાના વહિવટને લઇ ભયંકર આક્ષેપો સાથે બુમરાડ મચી છે. જેમાં પ્રમુખ અશોક ઠાકોર વિરૂદ્ધ પાર્ટીના જ નગર સેવક અમૃત જોષીએ પાલિકા અધિનિયમની જોગવાઇ હેઠળ સભ્ય પદેથી સસ્પેન્ડ કરાવવા દોડધામ શરૂ કરી છે. જેમાં નગર નિયોજકને વિકાસ નકશો પરામર્શ માટે રજુ કરવો ન પડે તે માટે ગેરકાયદેસર હુકમ કરવામાં આવ્યો હોવાનો સૌથી મોટો આક્ષેપ કર્યો છે. વારંવાર ખોટા નકશાઓ બનાવી પ્રજાજનો અને સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાના ગંભીર આરોપ સાથે અનેકવિધ કાગળો આધારે મ્યુનિસિપલ એક્ટ ૧૯૬૩ની કલમ 37 મુજબ કાર્યવાહી કરવા પાલિકા કમિશનરને રજૂઆત કરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાલનપુર પાલિકામાં ભાજપની સત્તા વચ્ચે આંતરિક રાજકીય ઘર્ષણ ચરમસીમાએ પહોચ્યુ છે. જેમાં પ્રમુખ વિરુદ્ધ પાર્ટીના સભ્યએ બાંયો ચઢાવી કાયદેસરના માધ્યમથી લડત શરૂ કરી છે. જેમાં સૌથી મોટી વાત વિકાસના નકશામાં પ્રમુખ અશોક ઠાકોર ગેરરિતી આચરી ભ્રષ્ટ્રાચાર કરી પૈસા ઉભા કરતા હોવાનો આક્ષેપ છે. ગત તારીખ ૨૬/૦૭/૨૦૧૮ ના રોજ ટી.પી કમિટીમાં વિકાસ નકશા બાબતે ઠરાવ થયેલ હોવા છતાં તારીખ ૧૩/૦૮/૨૦૧૮ અને ૨૯/૧૦/૨૦૧૮ ની સામાન્ય સભામાં લીધેલ એજન્ડામાં વિકાસ નકશા બાબતનો ઠરાવ સામેલ ન કરી મસમોટુ કૌભાંડ આચર્યુ હોવાનો કોર્પોરેટર અમૃત જોષીએ દાવો કર્યો છે.

નગરસેવક અમૃત જોષી દ્વારા થયેલ રજૂઆતની વિગતો

(૧) ધારા કન્સલ્ટન્સી સાથે કરવામાં આવેલ કરારમાં પેમેન્ટ ચુકવણીની શરતોમાં તબક્કા પ્રમાણે પેમેન્ટની ચૂકવણી કરવા માટે શરતો રાખવામાં આવેલ હતી. શરતોમાં અ.નં ૩ મુજબ પ્રવર નગર નિયોજકના પરામર્શ માટે રજુ કરેથી ૨૫ ટકા ફી ની રકમ ધારા કન્સલ્ટન્સીને ચૂકવવા પાત્ર થાય તે પ્રમાણે ધારા કન્સલ્ટન્સીએ તારીખ ૦૫/૦૪/૨૦૧૮ ના રોજ બિલ બનાવી નગરપાલિકામાં તારીખ ૨૨/૦૫/૨૦૧૮ ના રોજ રજુ કરેલ હતુ. તેથી ત્રીજા તબક્કા પ્રમાણે એજન્સીએ વિકાસ નકશો બનાવીને નગરપાલિકાને તારીખ ૨૨/૦૫/૨૦૧૮ ના રોજ આપી દીધો હતો.

(૨) પરંતુ ૬૪ દિવસ પછી તારીખ ૨૬/૦૭/૨૦૧૮ ના રોજ ટાઉન પ્લાનીંગ સમિતિ ની બેઠક બોલાવી તેમાં નકશો મુકવામાં આવેલ વારંવાર નકશાઓ ખોટા બનાવી મોટો ભ્રષ્ટાચાર આચરેલ છે.

(૩) તારીખ ૨૨/૦૫/૨૦૧૮ પહેલા વિકાસ નકશો બની ગયો હોવા છતાં તારીખ ૨૫/૦૭/૨૦૧૮ ની સામાન્ય સભામાં નકશો મંજુર કરવો ન પડે તે માટે ટી.પી કમિટી ની મીટીંગ સામાન્ય સભા ૨૫/૦૭/૨૦૧૮ પછી તારીખ ૨૬/૦૭/૨૦૧૮ ના રોજ બીજા દિવસે બોલાવી ગેરકાયદેસર નિયમ વિરુદ્ધનું કૃત્ય કરેલ છે. ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર આચરવાના મલિન ઇરાદાથી કરોડો રૂપિયા પ્રજાજનો પાસેથી ઉઘરાવેલ છે.

(૪) નગર નિયોજક પાલનપુર દ્વારા નગરપાલિકાને વારંવાર તારીખ ૦૨/૦૫/૨૦૧૮, ૦૪/૦૬/૨૦૧૮, ૨૦/૦૬/૨૦૧૮, ૨૮/૦૮/૨૦૧૮, ૦૭/૦૯/૨૦૧૮, ૧૭/૧૧/૨૦૧૮ તેમજ ૦૫/૧૨/૨૦૧૮ થી વિકાસ નકશો પરામર્શ માટે મોકલવા ૭ (સાત) પત્ર લખેલ છે.

( ૫) તારીખ ૦૯/૦૮/૨૦૧૮ ના રોજ પ્રમુખ અશોક ઠાકોર દ્વારા એક નોંધ ઉપર હુકમ કરવામાં આવેલ કે હાલ વિકાસ નકશામાં મંજુર થયેલ વિકાસ નકશા ઉપરાંત ઓજી વિસ્તાર એટલે કે સને ૨૦૧૫માં ભળેલા વધારાના વિસ્તારનો પણ સમાવેશ કરવાનો થાય છે. જેથી વિકાસ નકશા અંગે અત્રે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ યોજના અધિનિયમની કલમ-૨/૧૪ અંતર્ગત નકશા અંગે સામાન્ય સભામાં નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈપણ આગળની કાર્યવાહી કરવી નહીં જે હુકમ કરવામાં આવે છે. આ હુકમ નગર નિયોજકને વિકાસ નકશો પરામર્શ માટે રજુ કરવો ન પડે તે માટે ખોટો અને ગેરકાયદેસર હુકમ કરવામાં આવેલ છે. ભ્રષ્ટાચાર આચરવાના મલિન ઇરાદાથી વારંવાર ખોટા ખોટા નકશાઓ બનાવી પ્રજાજનો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવાનો સમય મળી રહે તે માટે ખોટો હુકમ કરવામાં આવેલ છે.

(૬) તારીખ ૧૩/૦૮/૨૦૧૮ના રોજ નગરપાલિકા દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવેલ. તેમાં પણ વિકાસ નકશો એજન્ડામાં લીધેલ નહી. નિયમ વિરુદ્ધનું કૃત્ય કરેલ છે

(૭) તારીખ ૨૯/૧૦/૨૦૧૮ના રોજ નગરપાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવેલ. તેમાં પણ ટીપી કમિટીએ મંજુર કરેલ વિકાસ નકશો એજન્ડામાં લીધેલ નહીં અને નિયમ વિરુદ્ધનું કૃત્ય કરી મોટો ભ્રષ્ટાચાર આચરેલ છે
.
(૮) તારીખ ૩૦/૦૧/૨૦૧૯ની સામાન્ય સભામાં કામ નંબર ૧૧ તારીખ ૨૬/૦૭/૨૦૧૮ ની ટી.પી કમિટીની બેઠકના ઠરાવ નંબર ૧૯ તથા ૨૦ ને બહાલી બાબત નું કામ લેવામાં આવેલ. આમ ૨૬/૦૭/૨૦૧૮ થી વિકાસ નકશો કમિટીએ મંજૂર કરલ હોવા છતાં ૧૮૮ દિવસ પછી સામાન્ય સભામાં ઠરાવ મુકવામાં આવેલ આ વચ્ચેના સમય દરમ્યાન પ્રજાજનોને ખોટા ખોટા નકશાઓ બતાવી રોજ રોજ નવા નવા નકશાઓ બનાવી ગ્રીન બેલ્ટ, ડી.પી.રોડ અને ઝોનીંગ નો ડર બતાવી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. કામ નંબર ૧૧ ના ઠરાવ નંબર ૧૯ તેમજ ઠરાવ નંબર ૨૦ ની જનરલ બોર્ડની સભામાં કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર વિકાસ નકશો તેમજ અન્ય સાધનિક કાગળો રજુ કર્યા વગર બતાવ્યા વગર મંજુર મંજૂર કરી ગેરકાયદેસર ખોટા ઠરાવો લખેલ છે. અમોએ આ સામાન્ય સભામાં વિકાસ નકશો તેમજ અન્ય સાધનિક કાગળો રજુ કરવાની બતાવવાની વંચાણે લેવાની રજૂઆત કરવા છતાં મંજુર મંજૂર કરીને ખોટો ઠરાવ લખેલ છે. આ ઠરાવમાં અમોએ વિરોધ દર્શાવ્યો હોવા છતાં ગેરકાયદેસર રીતે ઠરાવ લખી અમારો વિરોધ લખેલ નથી. સદસ્ય કૌશલભાઇ જોષી તેમજ અન્ય સદસ્યોએ પણ વિરોધ દર્શાવેલ હોવા છતાં તેમનો વિરોધ પણ લખવામાં આવેલ નથી અને ગેરકાયદેસર ઠરાવ લખેલ છે. કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર એજન્ડા માં દર્શાવેલ કામોના કાગળો બતાવ્યા વગર એકથી સોળ કામો મંજુર મંજૂર કરી સભા બે મિનિટમાં ગેરકાયદેસર રીતે પૂર્ણ કરી પ્રમુખ અશોકભાઈ ઠાકોર દ્વારા સભાને પૂર્ણ કરવામાં આવેલ અને તમામ ઠરાવ ખોટા લખવામાં આવેલ. કામ નંબર ૧૧, ઠરાવ નંબર ૨૦૬ માં કોઈપણ જાતની ચર્ચા વિચારણા થયેલ ન હોવા છતાં બે મિનીટમાં ૧ થી ૧૬ મુદા મંજુર મંજુર કરીને સભા પુર્ણ કરી દીધેલ હોવા છતાં વિકાસ નકશા બાબતે સુધારા વધારા કરવાની સતા પ્રમુખ તેમજ મુખ્ય અધિકારીને આપવાનું ઠરાવવામાં આવ્યુ. તેવો ખોટો ઠરાવ લખેલ છે અને છેતરપિંડી આચરવામાં આવેલ છે. આવી કોઈ સત્તા આપવામાં આવી નથી.

(૯) અમોએ તા.૩૧/૧/૧૯ ના રોજ પ્રમુખ તેમજ મુખ્ય અધિકારીને ટી.પી.કમિટીના તા.૨૬/૦૭/૧૮ ના ઠરાવો તેમજ વિકાસ નકશો નવો તેમજ જુનો વિકાસ નકશો તેમજ નવીન વિકાસ નકશાની કાર્યવાહીના તમામ સાધનિક કાગળોની નકલો માંગવા તેમજ તા.૩૦/૦૧/૧૯ ની સામાન્ય સભામાં વિકાસ નકશો તેમજ એજન્ડામાં દર્શાવેલ કામોના કાગળો જોવા માંગેલ તે બતાવેલ નહિ તેમજ સામાન્ય સભામાં પણ કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર કાગળો બતાવ્યા વગર ગેરકાયદેસર રીતે સભા પુર્ણ કરી દીધેલ છે. તેથી અમોએ વિકાસ નકશા તેમજ અન્ય કામના કાગળો માંગવા નકલો માંગવા , દિન -૧ માં આપવા રજુઆત કરેલ જે પત્રની નકલ સામેલ છે . કાગળો અમોને બે માસ પછી અધુરા આપવામાં આવેલ.

(૧૦) તા.૩૦/૦૧/૨૦૧૯ ની સાધારણ સભાની ગેરકાયદેસર કાર્યવાહી ઉપર તાત્કાલિક મનાઈ હુકમ આપવા તેમજ તમામ કાર્યવાહી ઠરાવો ગેરકાયદેસર હોવાથી રદ કરવા ગુજરાત મ્યુનિસિપલ એકટ -૧૯૬૩ ની કલમ -૨૫૮ હેઠળની ફરીયાદ મહેરબાન પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ગાંધીનગરની કોર્ટમાં તા.૧૧/૦૨/૨૦૧૯ના રોજ દાખલ કરેલ, આ બાબતે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ગાંધીનગર દ્વારા તારીખ ૧૯/૦૨/૨૦૧૯ ના રોજ લેખિત પત્ર દ્વારા ચીફ ઓફિસર પાલનપુર નગરપાલિકા પાસે સ્પષ્ટ અભિપ્રાય સહ વિગત વાર અહેવાલ માગેલ પરંતુ તત્કાલીન મુખ્ય અધિકારી પંકજભાઈ બારોટ દ્વારા કોઈપણ પ્રકારનો અહેવાલ મોકલવામાં આવેલ નથી પંકજભાઈ બારોટ દ્વારા પ્રાદેશિક કમિશ્નરનો પત્ર દબાવી રાખવામાં આવેલ હતો આ કેસની સુનાવણી બાબતે અમોએ પ્રાદેશિક કમિશ્નરને રજુઆત કરતા તારીખ ૩૦/૦૬/૨૦૨૦ ના રોજ ૧૭ મહિના પછી આ કેસની પ્રથમ સુનાવણી બપોરે ૧૨:૩૦ કલાકે રાખેલ છે

(૧૧) તારીખ ૩૦/૦૧/૨૦૧૯ ની સામાન્ય સભામાં વિકાસ નકશો બતાવ્યા વિના ગેરકાયદેસર રીતે વિકાસ નકશો મંજુર કરેલ ત્યારબાદ ૫૨ (બાવન) દીવસ પછી નગરપાલિકા દ્વારા મુખ્ય નગર નિયોજક ગાંધીનગર ને તારીખ ૨૫/૦૩/૨૦૧૯ ના રોજ પાલનપુર વિકાસ વિસ્તાર સત્તા મંડળ નો વિકાસ નકશો પરામર્શ અર્થે મોકલેલ છે આ વચ્ચેના સમયગાળા દરમિયાન રોજે રોજ નિત નવા નકશાઓ બનાવી પ્રમુખ અશોકભાઈ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરેલ છે

(૧૨) તારીખ ૦૪/૧૦/૨૦૧૯ ના રોજ અમોએ માહિતી અધિકારી અધિનિયમ -૨૦૦૫ મુજબ વિકાસ નકશા બાબતે શહેરીજનો દ્વારા કરવામાં આવેલ વાંધા અરજીઓની નકલો માગેલ હોવા છતાં નકલો આપવામાં આવેલ નથી .
(૧૩) અમોએ તારીખ ૧૪/૧૦/૨૦૧૯ ના રોજ મુખ્ય અધિકારી , પાલનપુર નગરપાલિકાને પત્ર લખી વિકાસ નકશામાં થયેલ ગેરરીતી બાબતે રજુઆત કરેલ છે. ( વાંધો દર્શાવેલ છે ) જેની નકલ નગર નિયોજક પાલનપુરને આપેલ છે.

(૧૪) અમોએ તારીખ ૦૪/૧૦/૧૯ ના રોજ વિકાસ નકશા બાબતે માહિતી માંગેલ તેના અનુસંધાને મુખ્ય અધિકારીશ્રી , પાલનપુર દ્વારા મુખ્ય નગર નિયોજક ગાંધીનગર પાસે માર્ગદર્શન માંગેલ છે કે માહિતી આપી શકાય કે કેમ આ માહીતી અમોને હજુ સુધી આપવામા આવેલ નથી.

04 Aug 2020, 7:47 AM (GMT)

COVID-19 Global Stats

18,451,481 Total Cases
697,291 Death Cases
11,682,765 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code