આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

મનુષ્યનું શરીર મુખ્યત્વે પ્રોટીનનું બનેલુ હોય છે કે જે ધીમે-ધીમે ઉંમર વધવાની સાથે-સાથે ખતમ થતું જાય છે. તેથી વૃદ્ધોમાં હેલ્થ સંબંધી મુશ્કેલીઓ નવયુવાનોની સરખામણીમાં વધુ હોય છે. આપણા શરીરનાં હાડકાંઓમાં જે કૅલ્શિયમ હોય છે, તે ઉંમર વધવાની સાથે-સાથે નષ્ટ થતુ જાય છે અને હાડકાં ધીમે-ધીમે ઘસાવા અને નબળા થવા લાગે છે. આ જ રીતે આપણી માંસપેશીઓ પણ એક ઉંમર બાદ ખરાબ થવા લાગે છે કે જેથી સાંધામાં દુઃખાવો થવા લાગે છે. જેને આર્થરાઇટિસ કહે છે. આર્થરાઇટિસમાં હરવા-ફરવામાં બહુ વધારે મુશ્કેલી થાય છે.જોકે, એક ખાસ પીણું દુખાવામાં મહત્વનું બની શકે છે.

આપણે ખાવા-પીવા પર ધ્યાન નથી આપતાં. તેના કારણે આપણા શરીરમાં મિનરલ્સની ઉણપ થઈ જાય છે. ખાસ કરીને આપણા હાડકાંઓમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે. આના માટે સૌપ્રથમ તમે એક કાકડી અને એક ઇંચ તાજી હળદરનું મૂળ લો અને તેને મિક્સમાં વાટી લો. તે પછી તેમાં થોડુક પાણી અને વનીલા મિકસ કરી પી જાઓ. તમે દિવસમાં ઓછામાં ઓછા બે વાર આ પીણું પીવો. જેનાથી આર્થરાઇટિસથી થતા દુઃખાવામાં તરત આરામ મળશે. જો તમારૂ આર્થરાઇટિસ મેદસ્વિતાનાં કારણે છે, તો તમે વજન ઘટાડવાની સાથે-સાથે આ જ્યૂસ પણ પીવો અને દરરોજ કસરત કરો. જેનાથી તમારી માંસપેશીઓ અને જૉઇંટ્સ તંદુરસ્ત રહેશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code