આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ લોકસભા સામાન્ય ચૂંટણી-2019 અંતર્ગત ચીફ કો-ઓડીનેટર, ચૂંટણી ખર્ચ મોનિટરીંગ સેલ અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખના અધ્યસ્થાને ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ અંગે ઉમેદવારો દ્વારા કરવામાં આવનાર ચૂંટણી ખર્ચના હિસાબો રાખવા અંગે સુચનાઓ તથા માર્ગદર્શન આપવા તાલીમ બેઠક યોજાઇ હતી.

ચૂંટણી ખર્ચ મોનિટરીંગ સેલ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બેઠકમાં ચૂંટણી ખર્ચ કરવા માટે ઉમેદવાર દ્વારા અલગ બેંક એકાઉન્ટ ખોલાવવું તથા થનાર તમામ ખર્ચ તે ખાતામાંથી કરવા સુચના આપવામાં આવી હતી. કરેલ ખર્ચની વિગતો, દાન, સેવા કે ભેટ સ્વરૂપે થયેલ આવકની વિગત, રેલી કે જાહેરસભાઓના ખર્ચ, વાહનોના ખર્ચ, ઉમેદવારના કાર્યાલયનો ખર્ચ તથા પેમ્ફલેટ, પત્રિકાઓ, કિયોસ્ક વગેરે જેવી પ્રચાર સામગ્રી માટે કરેલ ખર્ચ વગેરેના ખર્ચ ચૂંટણી ખર્ચ રજીસ્ટરમાં નોંધણી કરવા માર્ગદર્શન તથા સુચનાઓ આપવામાં આવી હતી. તથા ભારતીય ચૂંટણી પંચની સુચના અનુસાર ચૂંટણીના સમયગાળા દરમ્યાન તા.12/04/2019 તથા તા.21/04/2019 એમ ત્રણ વખત ચૂંટણી ખર્ચના હિસાબી રજીસ્ટર ચકાસણી અર્થે ખર્ચ નિરીક્ષક સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. જો નિશ્ચિત કરેલ સમયે હિસાબી રજીસ્ટર ચકાસણી અર્થે રજૂ ન કરવામાં આવે તો તથા ચૂંટણી ખર્ચમાં વિસંગતતા જણાશે તો તે માટે ઉમેદવારને નોટીસ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ રજીસ્ટર ચૂંટણી પરીણામના 30 દિવસની અંદર સોગંદનામા સાથે રજુ કરવા તથા તેમ કરવામાં કસુર માટે સજાની જોગવાઇનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ ઉપરાંત પરવાના લીધેલ વાહનો પર પરવાનગી પત્ર લગાવવા, રૂ.50,000 કે તેથી વધુની રોકડની તથા રૂ.10,000 કે તેથી વધુની પ્રચાર સામગ્રી કે ભેટ વગેરે જપ્ત કરવા તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તાલીમમાં જણાવવામાં આવ્યું હતું. જિલ્લા તિજોરી અધિકારી પ્રશાંત રાઠોડે ચૂંટણી ખર્ચના હિસાબનું રજીસ્ટર કઈ રીતે નિભાવવું તથા ધ્યાનમાં કાકવાના મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં લીડ બેંક મેનેજર એચ.જે. પટેલ ચૂંટણી શાખાના અધિકારીઓ, ઉમેદવારો, એજન્ટો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code