આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,સિધ્ધપુર

સિધ્ધપુર હાઇવે પર અકસ્માતોની સંખયા વધી રહી હોય તેમ ગત રાત્રિએ જ ડમ્પર ચાલકે 3 ગાડીને અડફેટે લીધા હતા. સદનસીબે અકસ્માતમાં કોઇને જાનહાની થઇ ન હતી. વિગત અનુસાર સિધ્ધપુરના ખળી ચાર રસ્તા આગળથી એક ડમ્પર (GJ 02XX4703)ના ચાલકે પુરઝડપે ડમ્પર ચલાવી હયુન્ડાઇની વરના ગાડી,આઇ ટેન ગાડી સહિત એક ઇકો કારને ટકકર મારી હતી. આ અકસ્માતમાં ગાડી નંબર GJ 01 HW 9506નો પરિવારે સામાજીક કામ અંગે બહાર ગામ જવા નીકળયો હતો તે દરમયાન આ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાની ટળી હતી.


સિધ્ધપુર હાઇવે પર અવાર-નવાર ડમ્પરચાલકો ગફલતભરી રીતે ડમ્પર હંકારી અકસ્માત સર્જતા હોય છે. તો પોલીસ આવા બેકાબુ બનેલા ડમ્પચાલકો સામે કયારે કાર્યવાહી કરશે તે સવાલ સ્થાનિકો ઉઠાવી રહયા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code