સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો
અટલ સમાચાર,સિધ્ધપુર સિધ્ધપુર હાઇવે પર અકસ્માતોની સંખયા વધી રહી હોય તેમ ગત રાત્રિએ જ ડમ્પર ચાલકે 3 ગાડીને અડફેટે લીધા હતા. સદનસીબે અકસ્માતમાં કોઇને જાનહાની થઇ ન હતી. વિગત અનુસાર સિધ્ધપુરના ખળી ચાર રસ્તા આગળથી એક ડમ્પર (GJ 02XX4703)ના ચાલકે પુરઝડપે ડમ્પર ચલાવી હયુન્ડાઇની વરના ગાડી,આઇ ટેન ગાડી સહિત એક ઇકો કારને ટકકર મારી હતી.
Jan 29, 2019, 11:33 IST

અટલ સમાચાર,સિધ્ધપુર
સિધ્ધપુર હાઇવે પર અકસ્માતોની સંખયા વધી રહી હોય તેમ ગત રાત્રિએ જ ડમ્પર ચાલકે 3 ગાડીને અડફેટે લીધા હતા. સદનસીબે અકસ્માતમાં કોઇને જાનહાની થઇ ન હતી. વિગત અનુસાર સિધ્ધપુરના ખળી ચાર રસ્તા આગળથી એક ડમ્પર (GJ 02XX4703)ના ચાલકે પુરઝડપે ડમ્પર ચલાવી હયુન્ડાઇની વરના ગાડી,આઇ ટેન ગાડી સહિત એક ઇકો કારને ટકકર મારી હતી. આ અકસ્માતમાં ગાડી નંબર GJ 01 HW 9506નો પરિવારે સામાજીક કામ અંગે બહાર ગામ જવા નીકળયો હતો તે દરમયાન આ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાની ટળી હતી.
સિધ્ધપુર હાઇવે પર અવાર-નવાર ડમ્પરચાલકો ગફલતભરી રીતે ડમ્પર હંકારી અકસ્માત સર્જતા હોય છે. તો પોલીસ આવા બેકાબુ બનેલા ડમ્પચાલકો સામે કયારે કાર્યવાહી કરશે તે સવાલ સ્થાનિકો ઉઠાવી રહયા છે.