આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, આદીપુર

ભયંકર દુર્ગંધ અને અગવડોને કારણે મહિલા સહિતના મુસાફરો ત્રાહિમામ

તાજેતરમાં આદિપુરમાં નવીન બસસ્ટેન્ડ તૈયાર કરી મુસાફરોને અર્પણ કરવામાં આવ્યું છે. જોકે નવીન બસસ્ટેન્ડમાં સ્વચ્છતા દૂર દૂર સુધી દેખાતી નથી. માથું ફાડી નાખે તેવી દુર્ગંધ અને કેટલીક અગવડોને કારણે મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.કચ્છ જિલ્લાના આદિપુર બસસ્ટેન્ડને  કેન્દ્ર-રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાન સાથે જાણે કોઈ લેવાદેવા ન હોવાનું સામે આવ્યું છે. બસસ્ટેન્ડના ટોયલેટમાં ગંદકીને પગલે મહિલા મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સાથે સ્વચ્છ પાણીનો અભાવ, સ્તનપાન કરાવતી મહિલાઓ ને બેસવાની સગવડનો અભાવ અને કેટલીક સગવડો ન હોવાથી નવીન બસસ્ટેન્ડ મુસાફરોને ખુશી અપાવી શક્યું નથી. સ્વચ્છતા સામે બેદરકારીને પગલે મુસાફરોને આરોગ્ય સામે ખતરો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code