આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી

અંબાજી- દાંતા પંથકમાં છેલ્લા દોઢેક માસથી વરસાદ ખેંચાતા ખેડુતો ભારે ગમગીન બન્યાં છે. ખેડુતોએ વાવેતર કરેલું બિયારણ નિષ્ફળ જાય તેવો ડર સતાવી રહ્યો છે. આથી મેઘરાજાને પધારવા યજ્ઞ દ્વારા આમંત્રણ મોકલ્યું છે.

ઉત્તર ગુજરાતમાં વરૂણદેવને મનાવવાં અનેક પ્રયાસો કરાઇ રહ્યા છે. દાંતા તાલુકામાં અને માં અંબાના ધામ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવે તેની રાહ જોવાઇ રહી છે. વહેલી તકે વરસાદ પડે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રાંગણમાં બ્રાહ્મણો દ્વારા યજ્ઞનું આયોજન કરાયુ હતુ.

અંબાજીમાં વરૂણદેવને રીઝવવા બ્રાહ્મણોએ પાણી ભરેલાં તપેલાંમાં બેસી 11 હજાર જેટલી આકડાંની આહુતી આપી હતી. વરૂણદેવને આમંત્રિત કરતા યજ્ઞમાં અન્ય કાષ્ટના બદલે આંકડા એટલે કે અર્કની વિશેષ આહુતી આપવામાં આવી હતી. આ સાથે અંબિકેશ્વર મહાદેવ મંદિરમાં શિવલીંગને જળ સમાધી પણ આપવામાં આવી હતી.
સ્થાનિકોએ યજ્ઞ દ્વારા આજીજી કરી ઝડપથી પધારવા મેઘરાજાને રીઝવવા મથામણ કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code