આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

બનાસકાંઠા પંથકમાં ગત દિવસોએ મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાત દરમ્યાન ભારેખમ ભાષણો થયા હતા. જેમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહેશે તેવી હૈયા ધારણા આપી હતી. જોકે રૂપાણીની મુલાકાત બાદ ગણતરીના કલાકોમાં કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતો ચોંકી ગયા છે. પાણી વિના બેહાલ સ્થિતિ થતી હોવાથી ખેડૂતોએ ચક્કાજામની ચિમકી આપી આક્રોશ વ્યક્ત કર્યો છે. જો કેનાલમાં પાણી નહિ છોડાય તો ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલન કરવાની તૈયારી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લા દિયોદર પંથકના ખેડૂતોએ સુજલામ કેનાલમાં પાણી ચાલુ કરવા ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપ્યુ હતુ. સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહેશે તેવી મુખ્યમંત્રીએ ખાત્રી આપ્યા બાદ પણ ગણતરીના કલાકોમાં પાણી બંધ થઇ ગયુ છે. ખેડૂતો છેતરાયા હોવાનો ભાવ સમજી ભારે નારાજગી વચ્ચે સોની ગામે ભેગા થઇ દિયોદર પ્રાંતને રજૂઆત કરી છે. પાણી વિના પાક લેવો અત્યંત મુશ્કેલ હોઇ તાત્કાલિક સુજલામ-સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવા માંગ કરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જો સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહિ આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની ખેડૂતોને ચિમકી આપી છે. આવી સ્થિતિમાં ખેડૂતોની વ્યાજબી માંગણી વચ્ચે સિંચાઇ વિભાગનું વલણ સવાલોની સ્થિતિમાં આવ્યુ છે. મુખ્યમંત્રીના આશ્વાસન પછી સિંચાઇ વિભાગના અધિકારીઓએ લીધેલો નિર્ણય બંને સત્તાધિશો વચ્ચે કંઇક રંધાઇ ગયુ હોવાની આશંકા ખેડૂત આલમમાં ઉભી થઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code