આક્રોશ@ડીસા: અનાજ વિતરણમાં લાલિયાવાડી સામે ધારાસભ્ય લાલઘૂમ, ધ્યાન રાખો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આજ થી મફત સરકારી અનાજ આપવાનું શરૂ કર્યું છે. આ તરફ ડીસા તાલુકા અને શહેરમાં દુકાનદારો દ્વારા સરકારી ધારાધોરણ મુજબ અનાજ નહિ આપી ગ્રાહકો અન્યાય કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઇ તાત્કાલિક ડીસા ધારાસભ્યની હાજરીમાં મામલતદાર ઓફિસમાં મિટિંગ
 
આક્રોશ@ડીસા: અનાજ વિતરણમાં લાલિયાવાડી સામે ધારાસભ્ય લાલઘૂમ, ધ્યાન રાખો

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આજ થી મફત સરકારી અનાજ આપવાનું શરૂ કર્યું છે. આ તરફ ડીસા તાલુકા અને શહેરમાં દુકાનદારો દ્વારા સરકારી ધારાધોરણ મુજબ અનાજ નહિ આપી ગ્રાહકો અન્યાય કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઇ તાત્કાલિક ડીસા ધારાસભ્યની હાજરીમાં મામલતદાર ઓફિસમાં મિટિંગ યોજાઈ હતી.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા અને શહેરમાં સરકારી અનાજનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ કરવામાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો છે. પ્રાથમિક તપાસમાં રાશનકાર્ડમાં મામલતદાર ઓફીસના સીક્કા ના હોવાથી લોકોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. ડીસા પુરવઠા મામલતદાર દ્વારા લોકોની પરેશાન ની સામે હાથ અધ્ધર કર્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ સાથે કેટલાક રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપવામાં આવ્યું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. જેને લઇ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા ડીસા મામલતદાર કચેરીએ મીટીંગ યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ગરીબોને અપાતા અનાજ દુકાનદારો દ્વારા ઓછું અપાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ શશીકાંત પંડયાએ જણાવ્યું હતું.