આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાની આંગણવાડી-આશાવર્કર-ફેસિલિટેટર બહેનોએ ભેગા મળી મિટિંગ કરી હતી. જેમાં અગાઉની વિવિધ પડતર માંગણીઓને લઈ મંથન કરવામાં આવ્યું હતુ. ખાસ કરીને બંધારણમાં આપેલ મહિલા અધિકારો સહિતની બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે આવનાર સમયમાં તમામ બહેનોને લઘુત્તમ વેતન મળે તે માટે લડત આપવા માટે રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, આંગણવાડી, આશા અને ફેસિલીટેટર બહેનો ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે બિમારી દરમિયાન અત્યંત મદદરૂપ થાય છે. આ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર અવારનવાર સરકારી કાર્યક્રમોમાં નાગરિકો ખેંચી લાવવા દબાણ કરે છે. બહેનોએ નક્કી કર્યું હતું કે કોઈ જીત એકતા અને સંગઠન વિના શક્ય નથી. આથી પાટણ જિલ્લાની તમામ બહેનોને સંગઠન મજબૂત કરવા માટે હાકલ કરવામાં આવી હતી. લડતમાં સક્રિય બનવા મોટીવેટ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમના આગેવાન ચંદ્રિકાબેન સોલંકીએ જણાવ્યું હતું કે અંતિમ શ્વાસ સુધી આશા અને આંગણવાડી બહેનો માટે લડવા મકકમ છીએ.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code