આશાબેને કોંગ્રેસમાં રહી ઊંઝા ગંજબજારની ચૂંટણી માટે કામ કરાવ્યું !

અટલ સમાચાર, મહેસાણા ઊંઝા ગંજબજારની ચૂંટણી, આશાબેન પટેલ અને મહેસાણા જિલ્લા પંચાયતનું રહસ્ય ભલભલા રાજકીય નેતાઓને ચક્કર આવે તેવું છે. તત્કાલિન ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રેસ શાસિત મહેસાણા જિલ્લા પંચાયતમાં ઊંઝા ગંજબજારની ચૂંટણી માટે કામ કરાવી લીધાના આક્ષેપ થયા છે. ગંજ બજારની ચૂંટણીમાં કોંગ્રેસ ચિત્રમાં ન હોવા છતાં કોને લાભ અપાવવા મંડળીઓની નોંધણી કરાવવા ભલામણ કરી
 
આશાબેને કોંગ્રેસમાં રહી ઊંઝા ગંજબજારની ચૂંટણી માટે કામ કરાવ્યું !

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝા ગંજબજારની ચૂંટણી, આશાબેન પટેલ અને મહેસાણા જિલ્લા પંચાયતનું રહસ્ય ભલભલા રાજકીય નેતાઓને ચક્કર આવે તેવું છે. તત્કાલિન ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રેસ શાસિત મહેસાણા જિલ્લા પંચાયતમાં ઊંઝા ગંજબજારની ચૂંટણી માટે કામ કરાવી લીધાના આક્ષેપ થયા છે. ગંજ બજારની ચૂંટણીમાં કોંગ્રેસ ચિત્રમાં ન હોવા છતાં કોને લાભ અપાવવા મંડળીઓની નોંધણી કરાવવા ભલામણ કરી હતી.

પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે ઊંઝા ગંજબજારની ચૂંટણી માટે ચોક્કસ ગ્રુપને લાભ થાય તે માટે મંડળીઓની નોંધણી કરાવી હોવાના આક્ષેપ થયા છે. ગંજબજારની ચૂંટણીમાં ભાજપના ગૌરાંગ પટેલ સામે એક ગ્રુપ છે. આથી ચોક્કસ ગ્રુપને ચૂંટણી દરમિયાન ફાયદો થાય તે માટે પાંચ સાત મંડળીઓની નોંધણી કરાવવા આશાબેને મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પતિ અને કોંગ્રેસના આગેવાન સુધીર પટેલને ભલામણ કરી હતી.

હકીકતે ઊંઝા ગંજબજારની ચુંટણીમાં વિવાદાસ્પદ  મંડળીઓના વિરોધમાં નારણભાઇ પટેલે છેક રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. આમ છતાં પણ આશાબેનના ભલામણવાળી મંડળીઓને જિલ્લા પંચાયતમાં મંજૂરી અપાઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાનિક રાજકીય આગેવાનો પણ ભાજપની ઊંડી ચાલને ઓળખવા નાપાસ થયા છે. ગંજ બજારની ચૂંટણીમાં રાજનીતિ અને આશાબેનને પાર્ટી છોડવાના નિર્ણયો એક મહિના અગાઉ લેવાઈ ગયા હતા. આ રાજનીતિમાં કોંગ્રેસને ગંધ સુદ્ધા આવી ન હતી.