આસ્થા@અંબાજી: જીલ્લા પોલીસ વડા પદયાત્રા કરી માં અંબાના સાનિધ્યમાં

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા) ભાદરવી પુનમના મહામેળા દૂર-દૂરથી માં અંબાના ભકતો પગપાળા સંઘ લઇ જઇ રહ્યા છે. અત્યાર સુધી 12,10,000 ભકતોએ દર્શન કર્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અજીત રાજીયાણ પણ પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચ્યા હતા. તેઓ દાંતાથી અંબાજી પગપાળા પદયાત્રા કરી માં અંબાના સાનિધ્યમાં આવી પહોંચતા પોલીસમિત્રોએ તેમનું સ્વાગત કર્યુ હતુ.
 
આસ્થા@અંબાજી: જીલ્લા પોલીસ વડા પદયાત્રા કરી માં અંબાના સાનિધ્યમાં

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)

ભાદરવી પુનમના મહામેળા દૂર-દૂરથી માં અંબાના ભકતો પગપાળા સંઘ લઇ જઇ રહ્યા છે. અત્યાર સુધી 12,10,000 ભકતોએ દર્શન કર્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અજીત રાજીયાણ પણ પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચ્યા હતા. તેઓ દાંતાથી અંબાજી પગપાળા પદયાત્રા કરી માં અંબાના સાનિધ્યમાં આવી પહોંચતા પોલીસમિત્રોએ તેમનું સ્વાગત કર્યુ હતુ.

આસ્થા@અંબાજી: જીલ્લા પોલીસ વડા પદયાત્રા કરી માં અંબાના સાનિધ્યમાં

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના યાત્રાધામ અંબાજી જય અંબે ના નામથી ગુંજી રહ્યું છે. ભાદરવીના મહામેળાને લઇ લાખોની સંખ્યામાં પદયાત્રિકો આવતા હોય છે. ત્યારે આજે મેળાના પાંચમાં દિવસે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અજીત રાજીયાણ પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચ્યા હતા. તેઓ LCB અને SOG પોલીસ સહિતના સ્ટાફ સાથે દાંતાથી અંબાજી પગપાળા આવી પહોંચતા પોલીસમિત્રોએ તેમનું સ્વાગત કર્યુ હતુ.

આસ્થા@અંબાજી: જીલ્લા પોલીસ વડા પદયાત્રા કરી માં અંબાના સાનિધ્યમાં

ભાદરવીના મહામેળામાં પહોંચેલા જીલ્લા પોલીસ વડાએ માં અંબાના દર્શન કરી સુરક્ષાને લગતી માહિતિ મેળવી હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા મુજબ અત્યાર સુધી કુલ 12,10,000 દર્શનાર્થીઓએ માં અંબાના દર્શન કર્યા છે.

આસ્થા@અંબાજી: જીલ્લા પોલીસ વડા પદયાત્રા કરી માં અંબાના સાનિધ્યમાં
advertise

અંબાજીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અંબાજી મહામેળા પ્રસંગે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અજીત રાજીયાણની સુચના અને માર્ગદર્શન અનુસાર સુરક્ષાને લગતી વ્યવસ્થા ચુસ્ત રીતે ગોઠવવામાં આવી છે. બંદોબસ્ત માટે સમગ્ર વિસ્તારને સેક્ટર-ઝોન પ્રમાણે વહેંચણી કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડી.વાય.એસ.પી.-20, પી.આઇ.-57, પી.એસ.આઇ.-185 તેમજ પુરતી સંખ્યામાં પોલીસ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો તૈનાત છે. પોલીસ દ્વારા મોબાઇલ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે. 27 જેટલાં વોચ ટાવર બનાવીને સમગ્ર પરિસ્થિતિ ઉપર ઝીણવટભરી નજર રાખવામાં આવે છે. પોલીસ વિભાગ દ્વારા અત્યાધુનિક હથિયારો અને દૂરબીન, વોકીટોકી સાથે વોચ રાખવામાં આવે છે.

આસ્થા@અંબાજી: જીલ્લા પોલીસ વડા પદયાત્રા કરી માં અંબાના સાનિધ્યમાં