આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જીલ્લાનું સૌથી પ્રખ્યાત અને જાણીતુ હોવાની ગણપતિ ફાટસર સાથે લોકોની અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ગણપતી દાદાના મંદિરની વાત આવે એટલે સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં આવેલ 1000 વર્ષ જુનું ભવ્ય મંદિર એટલે ગણપતિ ફાટસર. 25 એકરમાં ફેલાયેલ ભવ્ય મંદિરમાં ગૌ શાળા, જલારામ મંદિર પણ બાંધવામા આવ્યુ છે. આ મંદિરમાં લોકો પોતાની મનોકામના લઇને આવે છે. જે દાદા પૂર્ણ કરે છે. આ મંદિરમાં બિરાજમાન વિધ્ન હરતા ઞણેશજીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં આવેલ ગણપતી ફાટસર તરીકે પ્રખ્યાત મંદિરનો ઇતિહાસ 1000 વર્ષ જુનો છે .આ જગ્યા પર સરોવર હતું જ્યાં ચારેકોર પાણી ભરાયેલ રહેતું. વર્ષો પહેલાં ભાવનગરના એક ગામના વ્યક્તિને સપનામાં આવી એક નીશાન આપેલ. જ્યાં વઢવાણના તે સમયના ઠાકોર સાહેબએ નીશાન વાળી જગ્યા પર ખોદકામ કરતા ત્યાથી ગણેશજી પ્રગટ થયા સાથે વાઘેશ્વરી માતાની મૂર્તિ પણ નીકળેલ તે વાઘેશ્વરી માતાની મૂર્તિને ઠાકોર સાહેબ વઢવાણ લઇ ઞયા હતા.

18 Sep 2020, 9:48 AM (GMT)

COVID-19 Global Stats

30,375,397 Total Cases
950,988 Death Cases
22,060,016 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code