આબરૂ@પાટણ: HNGUના યુવા મહોત્સવમાં તમામ અતિથિ ગેરહાજર, તૈયારી વ્યર્થ

અટલ સમાચાર, મહેસાણા આજથી પાટણ યુનિવર્સિટીમાં ત્રણ દિવસનો યુવા મહોત્સવ શરૂ થયો હોઇ સત્તાધિશો વહેલી સવાર સુધી મોજમાં હતા. જોકે મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ સહિતના દિગ્ગજો ગેરહાજર રહ્યા છે. આવી સ્થિતિમાં યુવા મહોત્સવની ભવ્ય શરૂઆત ભાજપી દિગ્ગજો વગર ફીક્કી પડતાં યુનિવર્સિટીને આબરૂનો સવાલ ઉભો થયો છે. જીતુ વાઘાણી સહિતના અગમ્ય કારણોસર ગેરહાજર રહેતા મહેમાનો
 
આબરૂ@પાટણ: HNGUના યુવા મહોત્સવમાં તમામ અતિથિ ગેરહાજર, તૈયારી વ્યર્થ

અટલ સમાચાર, મહેસાણા

આજથી પાટણ યુનિવર્સિટીમાં ત્રણ દિવસનો યુવા મહોત્સવ શરૂ થયો હોઇ સત્તાધિશો વહેલી સવાર સુધી મોજમાં હતા. જોકે મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ સહિતના દિગ્ગજો ગેરહાજર રહ્યા છે. આવી સ્થિતિમાં યુવા મહોત્સવની ભવ્ય શરૂઆત ભાજપી દિગ્ગજો વગર ફીક્કી પડતાં યુનિવર્સિટીને આબરૂનો સવાલ ઉભો થયો છે. જીતુ વાઘાણી સહિતના અગમ્ય કારણોસર ગેરહાજર રહેતા મહેમાનો માટેની તૈયારીઓ માથે પડી છે.

આબરૂ@પાટણ: HNGUના યુવા મહોત્સવમાં તમામ અતિથિ ગેરહાજર, તૈયારી વ્યર્થ

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રિદિવસીય યુવા મહોત્સવમાં ભાજપી નેતાઓને મહેમાન પદે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જેનો સ્થાનિક વિદ્યાર્થી આગેવાનોએ બુધવારે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનની રજૂઆતનો પડઘો પડ્યો હોય અથવા અન્ય કોઇ કારણ હોય તેમ ગુરૂવારથી શરૂ થયેલા યુવા મહોત્સવમાં રાજકીય મહેમાનો ગેરહાજર રહ્યા છે. મુખ્ય મહેમાન જીતુ વાઘાણી, અતિથિ વિશેષ વિભાવરીબેન દવે, કે.સી.પટેલ અને આશાબેન પટેલ સહિતના એકસામટા ગેરહાજર રહેતા ખળભળાટ મચી ગયો છે.

આબરૂ@પાટણ: HNGUના યુવા મહોત્સવમાં તમામ અતિથિ ગેરહાજર, તૈયારી વ્યર્થ

યુનિવર્સિટીના સત્તાધિશોએ પત્રિકામાં નામ લખાવવાથી માંડી અતિથિઓ માટે અનેક પ્રકારે કરેલી તૈયારીઓ માથે પડી છે. એકાદ-બે ની જગ્યાએ તમામ અતિથિઓ ગેરહાજર રહેતા યુનિવર્સિટી આલમમાં અનેક સવાલો ઉભા થયા છે. આથી ત્રીજા દિવસે સમાપન સમારોહમાં પણ રાજકીય દિગ્ગજોની ગેરહાજરી રહેશે તેવી આશંકા બની છે. ભાજપના ધારાસભ્ય અને મંત્રીની ગેરહાજરી યુવા મહોત્સવ બાબતે અનેક સંદેશા આપી રહી છે.

આબરૂ@પાટણ: HNGUના યુવા મહોત્સવમાં તમામ અતિથિ ગેરહાજર, તૈયારી વ્યર્થ

આચારસંહિતાનું કારણ આપી બચાવ કર્યો

સમગ્ર મામલે ઇન્ચાર્જ રજીસ્ટાર ડી.એમ.પટેલે જણાવ્યુ હતુ કે, આચારસંહિતાના કારણે ગેરહાજર રહ્યા હોઇ શકે છે. જોકે સામે એવો સવાલ બને છે કે, આચારસંહિતા લાગુ પડવાની ખબર હતી તો પછી અતિથિઓ માટે આટલી બધી તૈયારીઓ કરતા ગુરૂ ગામ ગયા હોવાનો સવાલ બન્યો છે. આ દરમ્યાન યુવા મહોત્સવના કન્વિનર જે.જે.વોરાને પુછતાં તમામ ગેરહાજર રહ્યા હોવાનું કહી નિરાશા સાથે ફોન મુકી દીધો હતો.

યુવા મહોત્સવમાં કોલેજોને પણ રસ નથી રહ્યો ?

પાટણ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે યુવા મહોત્સવ માટે લાખોની રકમનું બજેટ ફાળવવામાં આવે છે. જોકે કુલ 366 કોલેજોમાંથી ગણીને 80 થી 100 કોલેજો ભાગ લેતી હોઇ યુનિવર્સિટીના સત્તાધિશો માટે મુંઝવણ રહે છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી હોવા છતાં સત્તાધિશો યુવાનોની ટેલેન્ટને બહાર લાવવા અનેક કોલેજોને પ્રોત્સાહન આપવા નિષ્ફળ જઇ રહ્યા છે.