ABVPના મિશન સાહસી અભિયાનમાં મહેસાણાની ૬૫૫ બહેનોને આત્મરક્ષાની તાલીમ અપાઇ
અટલ સમાચાર,મહેસાણા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ઘ્વારા સમગ્ર ભારત દેશમાં મિશન સાહસી અભિયાન અંતગર્ત બહેનોને સેલ્ફ ડીફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં સાત લાખથી વધુ બહેનોને આ તાલીમ અપાઇ છે. આ અંતગર્ત અખિલ ભારતીય વિધાર્થી પરિષદ મહેસાણા શાખા ઘ્વારા મહેસાણા નગરમાં પણ તા.16 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી દરમ્યાન 9 જેટલી શાળાઓ
                                          Jan 21, 2019, 18:11 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,મહેસાણા
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ઘ્વારા સમગ્ર ભારત દેશમાં મિશન સાહસી અભિયાન અંતગર્ત બહેનોને સેલ્ફ ડીફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં સાત લાખથી વધુ બહેનોને આ તાલીમ અપાઇ છે.
 આ અંતગર્ત અખિલ ભારતીય વિધાર્થી પરિષદ મહેસાણા શાખા ઘ્વારા મહેસાણા નગરમાં પણ તા.16 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી દરમ્યાન 9 જેટલી શાળાઓ અને કોલેજોની બહેનોને તાલીમ અપાઇ હતી.

 સાહસી અભિયાન અંતગર્ત મહેસાણા ખાતે બહેનોને આત્મરક્ષાની તાલિમ આપીને સ્વનિર્ભર બનાવવાના આ અભિયાનમાં મહેસાણા ખાતે કુલ 655 જેટલી બહેનોને આત્મરક્ષાની તાલીમ આપવામાં આવી હતી. 21 મી જાન્યુઆરીએ યોજાયેલ આ અભિયાનમાં કુલ 387 જેટલી બહેનોએ ભાગ લીધો હતો.

