ABVP@મહેસાણા: રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.છગનભાઈ પટેલનો સ્વાગત સમારંભ યોજાયો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 2020-21ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મૂળ મહેસાણાના પ્રો.ડૉ.છગનભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. આ ઘોષણા વિદ્યાર્થી પરિષદના મુંબઇ સ્થિત કેન્દ્રીય કાર્યાલયથી કરવામાં આવી હતી. આ તરફ આજે મહેસાણાની ફામર્સી કોલેજમાં તેમનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અટલ
 
ABVP@મહેસાણા: રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.છગનભાઈ પટેલનો સ્વાગત સમારંભ યોજાયો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 2020-21ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મૂળ મહેસાણાના પ્રો.ડૉ.છગનભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. આ ઘોષણા વિદ્યાર્થી પરિષદના મુંબઇ સ્થિત કેન્દ્રીય કાર્યાલયથી કરવામાં આવી હતી. આ તરફ આજે મહેસાણાની ફામર્સી કોલેજમાં તેમનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ABVP@મહેસાણા: રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.છગનભાઈ પટેલનો સ્વાગત સમારંભ યોજાયો

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ABVP@મહેસાણા: રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.છગનભાઈ પટેલનો સ્વાગત સમારંભ યોજાયો
જાહેરાત

મહેસાણાની સાર્વજનિક ફાર્મસી કોલેજમાં આજે ABVPના રાષ્ટ્રીય અધ્યક્ષનો સ્વાગત સમારોહ યોજાયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 2020-21 ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મહેસાણાના પ્રો.ડૉ.છગનભાઈ પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિધીબેન ત્રિપાઠી નીર્વિરોધ ચૂંટાયા છે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણા દ્વારા ABVPના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રો.ડૉ. છગનભાઈ પટેલનો ભવ્ય સ્વાગત સમારંભ કરવામાં આવ્યો હતો.

ABVP@મહેસાણા: રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.છગનભાઈ પટેલનો સ્વાગત સમારંભ યોજાયો

કોણ છે પ્રો.ડૉ. છગનભાઇ પટેલ ?

પ્રો.ડૉ.છગનભાઇ પટેલ મૂળ મહેસાણા જીલ્લાના વતની અને તેમણે ફાર્મસી વિષયમાં પીએચડી કરેલી છે. હાલ તેઓ મહેસાણાની સાર્વજનિક ફાર્મસી કોલેજમાં પ્રાધ્યાપક અને આચાર્ય તરીકે કાર્યરત છે. આ સાથે ગુજરાત તકનીકી વિશ્વવિધાલયના ફાર્મસી વિભાગના વડા અને વિશ્વવિધાલયના કાર્યકારી મંડળના સદસ્ય છે. છગનભાઇ વિદ્યાર્થીકાળથી સામાજીક કાર્યોમાં સક્રીય હોવા સાથે ફાર્મસી ક્ષેત્રના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉધોગોને સમાજના વિવિધ વર્ગો માટે સહયોગી અને સંવેદનશીલ બનાવવામાં આપની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.

ABVP@મહેસાણા: રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.છગનભાઈ પટેલનો સ્વાગત સમારંભ યોજાયો