શૈક્ષણિક@અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી ઈન્ટરનેશનલ લેવલે ડિમાન્ડિંગ એવી નવી બીએસ ડિગ્રી શરૂ કરશે

 
યુનિવર્સિટી

આ નવી બીએસ ડિગ્રી કોર્સ માટે હાલની બીબીએ, બીસીએ અને બીકોમ, બીએ કોલેજો પાસેથી અરજીઓ મંગાવાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત એક નવી ડિગ્રી શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇન્ટરલનેશલ લેવલે ડિમાન્ડિંગ એવી બેચલર ઓફ સાયન્સ એટલે કે બીએસની નવી ડિગ્રીની યુનિવર્સિટી દ્વારા શરૂઆત કરવામાં આવશે અને નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

યુનિવર્સિટી દ્વારા કોલેજો પાસેથી અરજી મંગાવાશે અને કોર્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવશે.તેના દ્વારા આજે યુજી, લેવલની નવી બેચલર ઓફ સાયન્સ એટલે કે બીએસની ડિગ્રી શરૂ કરવાની જાહેરાત કરવામા આવી છે. ધો.12 સાયન્સ કે આર્ટસ કે કોમર્સ સહિતના કોઈ પણ પ્રવાહમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી આ યુજી ડિગ્રી કોર્સમાં પ્રવેશ લઈ શકશે. આ કોર્સ હાલની બી.એ, બી.કોમ, બીબીએ, બીએસસી તેમજ બીસીએ અને હોસ્પિટિલિટી મેનેજમેન્ટની તથા વોકેશનલ સ્ટડીઝની કોલેજો શરૂ કરી શકશે અને ભણાવી શકશે