ACB@અમદાવાદ: વીજ ચોરીના દંડને બદલે લાંચ માંગી, નાયબ ઇજનેર સહિત 2 ઝબ્બે
અટલ સમાચાર, ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાંથી વીજ ચોરીના સાડા ત્રણ લાખના દંડને બદલે 1,80,000ની લાંચ માંગનાર વીજકંપનીના નાયબ ઇજનેર અને વચેટીઓ લાંચની રકમ સ્વિકારતા આબાદ ઝડપાયા છે. તેઓ એક વ્યક્તિને કે જેણે વીજળી માટે લંગર નાખીને ગેરકાયદે વીજળી ચોરી કરી હતી તે વ્યક્તિને ત્રણ લાખનો દંડ ન ભરવો હોય તો 1,80,000નો વ્યવહાર કરવો પડશે તેવું કહી લાંચ માગી હતી. આ શખ્સો હવે એસીબી અમદાવાદના હાથ ઝડપાઈ ગયા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અમદાવાદમાં એક વ્યક્તિએ બાવળા ખાતે પોતાના ઘર નજીક બિસ્કીટ બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો. તે રૂમમાં આ વ્યક્તિએ વીજળી માટે થાંભલા પર વાયર નાખી વીજચોરી કરવા જતાં તા. 15 જુલાઈએ સવારે પોણા નવેક વાગ્યાના યુજીવીસીએલ બાવળાથી ચેકિંગ થયું હતું. આ વ્યક્તિના વીજળીના વાયરોમાંથી લંગર (વાયર) કાપી યુજીવીસીએલ વાળા લઈ ગયા હતા અને બાવળાની ઓફીસે દંડ ભરી દેવા કહ્યું હતું. જેને પગલે તે ઓફીસ પર ગયો તો ત્યાં તેને નાયબ ઇજનેર, ઉત્તર ગુજરાત વીજ કંપની લી. ની કચેરી, બાવળા, વર્ગ-૧ મહંમદ જુબેર મહંમદ ઇકબાલ શેખસાથે રૂબરૂ મુલાકાત થઈ હતી. તેણે કહ્યું કે રૂપિયા 3.5 લાખનો દંડ ન ભરવો હોય તો 1.80 લાખનો વ્યવહાર કરવો પડશે. જોકે રકઝકને પુરી થતાં અંતે 1.20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સમગ્ર કાંડમાં વચેટિયા તરીકે અહેમદ ઉર્ફે કકુભાઇ અબ્દુલભાઇ વોરાઅ. ભૂમિકા ભજવી હતી. તેણે માંગણી મુજબ લાંચના રૂપિયા આપવાનું કહ્યું હતું. તેમાં પહેલા 16મી જુલાઈએ બપોરે 40 હજાર આપવાના છે અને બાકીના 80 હજાર બીજા દિવસે આપવા પડશે તેવું કહ્યું હતું. જોકે આ લાંચ તે વ્યક્તિ આપવા માગતો ન હોવાથી તેણે એસીબીને જાણ કરી હતી. એસીબીએ આ લાંચનું છટકું ગોઠવ્યું અને 40 હજારની લાંચ લેતી વખતે પેલા વચેટીયાને પકડી પાડ્યો અને તેના આધારે ક્લાસ 1 અધિકારીને પણ પકડી પાડ્યો છે.

