પાલિકા@રાધનપુર: કોંગ્રેસી નગરસેવકો વચ્ચે સત્તાની સાઠમારી ચરમસીમાએ

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર નગરપાલિકામાં એન્ટી કરપ્સન બ્યુરોની રેડ બાદ માહોલ બદલાઈ ગયો છે. નગરસેવકો અને કર્મચારીઓની વર્તણૂકમાં મોટાપાયે ફેરફાર આવ્યો છે. આ સાથે કોંગ્રેસી નગરસેવકો વચ્ચે સત્તાના હિસાબ કિતાબમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઇ છે. પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકના ઈજનેરની એસીબીમા ધરપકડ બાદ સમર્થન અને વિરોધની માનસિકતા વચ્ચે દલીલો થઇ રહી છે. ખાસ કરીને
 
પાલિકા@રાધનપુર: કોંગ્રેસી નગરસેવકો વચ્ચે સત્તાની સાઠમારી ચરમસીમાએ

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર નગરપાલિકામાં એન્ટી કરપ્સન બ્યુરોની રેડ બાદ માહોલ બદલાઈ ગયો છે. નગરસેવકો અને કર્મચારીઓની વર્તણૂકમાં મોટાપાયે ફેરફાર આવ્યો છે. આ સાથે કોંગ્રેસી નગરસેવકો વચ્ચે સત્તાના હિસાબ કિતાબમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઇ છે.

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકના ઈજનેરની એસીબીમા ધરપકડ બાદ સમર્થન અને વિરોધની માનસિકતા વચ્ચે દલીલો થઇ રહી છે. ખાસ કરીને શાસક પક્ષ કોંગ્રેસના નગરસેવકો વચ્ચે તાલમેલમાં મોટું ગાબડું પડ્યું છે. અનેક નગરસેવકો પાલિકાએ જવાનું ટાળી રહ્યા છે. નાણાકીય બાબતોમાં ફુંકી ફુંકીને આગળ વધી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શરૂઆતથી હાલક ડોલક વિશ્વાસના વહાણમાં ચાલતી રાધનપુર નગરપાલિકામાં એસીબીની અસર હજુપણ બરકરાર છે. કોંગી નગરસેવકો પાલિકામાં સત્તાધીન છતાં નખ વગરનાં સિંહ જેવો અનુભવ કરી રહ્યા છે. અંદરોઅંદર સત્તાની સાઠમારી વચ્ચે સંગઠનમાં ઊથલપાથલ થવાની બીક ઉભી થઇ છે.