આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

હમણાં તાજેતરમાં જ ગુજરાતના CM વિજય રૂપાણીએ એક સમારોહમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે ગુજરાતના તમામ સરકારી વિભાગોમાં સૌથી વધુ ભ્રષ્ટ મહેસુલ વિભાગ છે. તેમના આ નિવેદનમાં ઘેરા પડઘા પડયા હતા અને વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવી આવેદનપત્રો પણ સરકારને પાઠવ્યા હતા.
રૂપાણીએ સૌથી વધુ ભ્રષ્ટ મહેસુલ વિભાગને કહ્યુ છે પરંતુ લાંચ-રૂશ્વત વિરોધી ખાતુ એટલે કે એસીબીના 2018 ના ડેટા અનુસાર ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટ ખાતુ મહેસુલ નથી પણ ગૃહખાતુ છે.
એસીબીના કહેવા મુજબ અમે ગૃહ વિભાગમાંથી રૂ. 20.14 લાખની લાંચનો મામલો પકડી પાડયો છે. જેમાં 137 લોકોની સંડોવણી ખુલી હતી. એસીબીના ડેટા અનુસાર મહેસુલ વિભાગ બીજા ક્રમે આવે છે . એસીબીએ મહેસુલ વિભાગમાથી રૂ. 14.4 લાખની લાંચનો મામલો પકડી પાડયો હતો જેમાં 30 લોકોની સંડોવણી ખુલી હતી.
ગૃહ વિભાગ લાંચ-રૂશ્વત લેવાના મામલે સૌથી ટોપ પર રહ્યુ છે અને તેમા ૪ ગણો વધારો થયો છે અને કેસ અને આરોપીઓની સંખ્યા ડબલ થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code