ACB@કડી: હક્કપત્રકની નકલો સામે લાંચ માંગી, ૩ હજાર લેતા બે કર્મી ઝબ્બે

અટલ સમાચાર, કડી કડી મામલતદાર કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ થયાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જમીનના ઉતારા તથા હક્કપત્રકની નોંધો મેળવવા અરજદારે રજૂઆત કરી હતી. જેની સામે કરાર આધારિત કર્મચારીઓએ રૂ.૩,૦૦૦ની લાંચ માંગી હતી. જોકે ફરીયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોઇ મહેસાણા એસીબીને જાણ કરતા છટકુ ગોઠવાયું હતુ. જેમાં આજે બપોરે જીસ્વાન સર્વર રૂમમાં
 
ACB@કડી: હક્કપત્રકની નકલો સામે લાંચ માંગી, ૩ હજાર લેતા બે કર્મી ઝબ્બે

અટલ સમાચાર, કડી

કડી મામલતદાર કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ થયાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જમીનના ઉતારા તથા હક્કપત્રકની નોંધો મેળવવા અરજદારે રજૂઆત કરી હતી. જેની સામે કરાર આધારિત કર્મચારીઓએ રૂ.૩,૦૦૦ની લાંચ માંગી હતી. જોકે ફરીયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોઇ મહેસાણા એસીબીને જાણ કરતા છટકુ ગોઠવાયું હતુ. જેમાં આજે બપોરે જીસ્વાન સર્વર રૂમમાં બંને કરાર આધારિત કર્મચારીઓ લાંચની રકમ સ્વિકારતા રંગેહાથ ઝડપાઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાની કડી મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ સામે આવ્યો છે. સ્થાનિક અરજદારે જમીનના ૫૨-૫૩ના ઉતારા, હક્કપત્રક ૬ની નોંધો સહિતના કાગળો મેળવવા અરજી કરી હતી. જેની સામે સેવાસદનમાં ફરજ બજાવતા કરાર આધારિત પરેશ પટેલ અને જીસ્વાન શાખાના સર્વર રૂમમાં ફરજ બજાવતા મનોજ ભૂરા નામના કર્મચારીઓએ ઝડપથી કાગળો મેળવવા હોય તો લાંચ માંગી હતી. જોકે રકઝકને અંતે રૂ.૩,૦૦૦ માંગ્યા બાદ અરજદારે એસીબીને જાણ કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા એસીબીએ ટ્રેપ ગોઠવી તાલુકા સેવા સદનના જીસ્વાન સર્વર રૂમમાં બંને કર્મચારીઓને લાંચની રકમ સ્વિકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. લાંચ રૂશ્વતની સફળ ટ્રેપને પગલે મહેસાણા જીલ્લા મહેસુલી આલમમાં ચકચાર મચી ગઇ છે. સૌથી મોટી વાત સામે આવી છે કે, ખેડૂતોને જમીનના કાગળો કાયદેસર અને હક્કથી મેળવવાની જોગવાઇ છતાં લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવતાં મામલતદાર સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

કોણ છે આ બંને લાંચિયા કર્મચારી ?

  • પરેશભાઈ પ્રહલાદભાઈ પટેલ,ઉ.વ.૨૯,કોમ્પ્યુટર ઓપરેટર,(કરાર આધારિત) સમાજ સુરક્ષા શાખા, મામલતદાર કચેરી કડી,(ખાનગી વ્યક્તિ) રહે.મુ.પો.ઈન્દ્રાડ તા.કડી, જી.મહેસાણા
  • મનોજ કુમાર શિવાભાઈ ભૂરા,ઉવ.૩૪, જીસ્વાન નેટવર્ક એન્જિનિયર (કરાર આધારિત) તાલુકા સેવા સદન કડી,( ખાનગી વ્યક્તિ) રહે.૧૨૪,બાબુકાકા વાસ,પટેલ માઢ, શેરથા,તા.જી.ગાંધીનગર