ACB@કચ્છ: સોલવંસી સર્ટીફીકેટ માટે 2500ની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથે ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ભુજ ભચાઉ મામલતદાર કચેરીમાં પાટણ ACBની ટીમે સફળ ટ્રેપ કરી હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ભચાઉ મામલતદાર ઓફિસના કલાર્કે ફરિયાદી પાસે સોલવંસી સર્ટીફીકેટ માટે 2500ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા ઈચ્છુક ના હોઈ તેમને ACBનો સંપર્ક કર્યો હતો. જેથી પાટણ ACB PIની ટીમે મામલતદાર ઓફીસ પાસે જ ટ્રેપ
 
ACB@કચ્છ: સોલવંસી સર્ટીફીકેટ માટે 2500ની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથે ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ભુજ

ભચાઉ મામલતદાર કચેરીમાં પાટણ ACBની ટીમે સફળ ટ્રેપ કરી હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ભચાઉ મામલતદાર ઓફિસના કલાર્કે ફરિયાદી પાસે સોલવંસી સર્ટીફીકેટ માટે 2500ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા ઈચ્છુક ના હોઈ તેમને ACBનો સંપર્ક કર્યો હતો. જેથી પાટણ ACB PIની ટીમે મામલતદાર ઓફીસ પાસે જ ટ્રેપ ગોઠવી ક્લાર્કને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડયો હતો.

કચ્છ જીલ્લાના ભચાઉ મામલતદાર ઓફિસનો ક્લાર્ક 2500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. પંથકના એક વ્યક્તિએ સોલવંસી સર્ટીફીકેટ મેળવવા જરૂરી દસ્તાવેજો સોલવંસીનું કામ સંભાળતા ભચાઉ મામલતદાર કચેરીના ક્લાર્ક પિયુષ.પી. વરમોરાને પૂરા પાડયા હતાં. જે બાદ કલાર્કે ફરિયાદીને કહેલ કે, તેઓએ સોલવંસી સર્ટિફિકેટ કરી આપવા રૂપિયા 2500 આપવા પડશે. જોકે ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોઈ ACBનો સંપર્ક કરતા કાર્યવાહી કરાઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદીની ફરીયાદ આધારે અન્વયે ગોઠવાયેલ ટ્રેપ દરમિયાન ACB બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પાટણ ACB PI જે.પી.સોલંકીની ટીમે મામલતદાર કચેરીમાં જ વોચ ગોઠવી હતી. જ્યાં આજે બપોરના સમયે ક્લાર્ક પિયુષ વરમોરા લાંચની રકમ 2500 સ્વીકારતાં રંગેહાથે ઝડપાઇ ગયો હતો. જેથી ACB એ તેની સામે ગુનો નોંધવા સહિતની કવાયત હાથ ધરી છે.