ACB@કચ્છ: 80 હજારની લાંચ મામલે કેરાના સરપંચની ધરપકડ કરાઇ

અટલ સમાચાર, ભુજ ભુજની પટેલ ચોવીસીના મહત્વના ગણાતા કેરા ગામનો સરપંચ દિનેશ હરજી મહેશ્વરી સામે એસીબીએ ૮૦ હજાર રૂપિયાની લાંચ માંગવા બદલ ગુનો દાખલ કરી તેની ઘરપકડ કરી છે. ગામમાં એક વ્યકિત તેનું જૂનું રહેણાંક મકાન તોડી તેના સ્થાને દુકાનો બનાવવા માંગતો હોઇ જરૂરી મંજુરી મેળવવા તેણે ગ્રામપંચાયતમાં અરજી કરી હતી. જે અંગે દિનેશ મહેશ્વરીએ
 
ACB@કચ્છ: 80 હજારની લાંચ મામલે કેરાના સરપંચની ધરપકડ કરાઇ

અટલ સમાચાર, ભુજ

ભુજની પટેલ ચોવીસીના મહત્વના ગણાતા કેરા ગામનો સરપંચ દિનેશ હરજી મહેશ્વરી સામે એસીબીએ ૮૦ હજાર રૂપિયાની લાંચ માંગવા બદલ ગુનો દાખલ કરી તેની ઘરપકડ કરી છે. ગામમાં એક વ્યકિત તેનું જૂનું રહેણાંક મકાન તોડી તેના સ્થાને દુકાનો બનાવવા માંગતો હોઇ જરૂરી મંજુરી મેળવવા તેણે ગ્રામપંચાયતમાં અરજી કરી હતી. જે અંગે દિનેશ મહેશ્વરીએ ૮૦ હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

ACB@કચ્છ: 80 હજારની લાંચ મામલે કેરાના સરપંચની ધરપકડ કરાઇ

એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલે જણાવ્યુ હતુ કે, આ રીતે લાંચ માંગીને ગામના સરપંચે જાહેરસેવક તરીકેના પોતાના હોદાનો દુરૂપયોગ કરી ભ્રષ્ટાચારમાં પવૃત્ત થયો હોવાની અમને માહિતિ મળી હતી. જેમાં પુરતા પુરાવા અને ઝીણવટભરી તપાસ કરી મહેશ્વરી વિરૂધ્ધ લાંચ માંગવાનો ગુનો દાખલ કરી આજે ધરપકડ કરી છે. એસીબીના પશ્વિમ કચ્છ પોલીસ મથકના પી.આઇ એમ.ડી.ઝાલાએ પોતે ફરીયાદી બની ગુનો દાખલ કર્યો છે. જેની તપાસ પુર્વ કચ્છ એસીબીના પીઆઇ એ.એ.પંડયાને સોંપાઇ છે.