ACB@મહેસાણા: GEB કર્મચારી રૂપિયા 1,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં ACBએ GEBના એક કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કર્મચારીએ પીડિત પાસેથી રૂપિયા 1,000ની લાંચ તરીકે માગી હતી, જે અંગેની જાણ ACBને થતા છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. મહેસાણા GEBમાં ફરજ બજાવતા કિરીટ સોલંકીએ એક દુકાનદાર પાસેથી રૂપિયા એક હજારની લાંચ માગી હતી. કિરીટે વિદ્યુત શૂલ્કમાં રાહત આપવા
 
ACB@મહેસાણા: GEB કર્મચારી રૂપિયા 1,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં ACBએ GEBના એક કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કર્મચારીએ પીડિત પાસેથી રૂપિયા 1,000ની લાંચ તરીકે માગી હતી, જે અંગેની જાણ ACBને થતા છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. મહેસાણા GEBમાં ફરજ બજાવતા કિરીટ સોલંકીએ એક દુકાનદાર પાસેથી રૂપિયા એક હજારની લાંચ માગી હતી. કિરીટે વિદ્યુત શૂલ્કમાં રાહત આપવા માટે દુકાનદાર પાસેથી એક હજાર રૂપિયાની લાંચ માગી હતી.

ACB@મહેસાણા: GEB કર્મચારી રૂપિયા 1,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

આ કામના ફરીયાદી મહેસાણા ખાતે પોતાની ઈલેક્ટ્રીક માલસામાન ઉત્પાદનની યુનિટ હોય અને સરકારની યોજના મુજબ ઈલેકટ્રીક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતુ હોય તેવા યુનિટમાં વિદ્યુત શુલ્કમાં રાહત આપવામાં આવે છે. જે વિદ્યુત શુલ્ક ઓછો કરવા માટેનો લાભ આપવા માટે આ કામના આક્ષેપિત દ્વારા ફરીયાદી પાસેથી રૂા.૧,૦૦૦ની લાંચની માંગણી કરતા આ લાંચ ફરીયાદીએ આરોપીને આપવી ન હોય જેથી એ.સી.બી.માં ફરીયાદ કરતા તે આધારે એસીબીએ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી પાસે રૂા.૧,૦૦૦ની લાંચની માંગણી કરી, સ્વીકારતા રંગે હાથ ઝડપાયો છે.