ACB@ પાલનપુર: જમીન રેકર્ડ કચેરીનો સર્વેયર જમીન રિસર્વે માટે 30,000ની લાંચ લેતા ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોના મહામારી વચ્ચે આજે બનાસકાંઠા જમીન રેકર્ડ કચેરીનો સર્વેયર 30,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. વિગતો મુજબ સ્થાનિક ફરિયાદીની જમીનમાં રીસર્વેની કામગીરી દરમ્યાન જમીન વધઘટ થઇ હતી. જેથી ફરિયાદીએ સર્વેયરને વાત કર્યા બાદ સર્વેયરે 40000ની લાંચ માગી હતી. જે બાદમાં ફરિયાદીના ઘરે જઈ સર્વેયરે 10,000 લઇ લીધા બાદ બાકીના 30,000
 
ACB@ પાલનપુર: જમીન રેકર્ડ કચેરીનો સર્વેયર જમીન રિસર્વે માટે 30,000ની લાંચ લેતા ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે આજે બનાસકાંઠા જમીન રેકર્ડ કચેરીનો સર્વેયર 30,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. વિગતો મુજબ સ્થાનિક ફરિયાદીની જમીનમાં રીસર્વેની કામગીરી દરમ્યાન જમીન વધઘટ થઇ હતી. જેથી ફરિયાદીએ સર્વેયરને વાત કર્યા બાદ સર્વેયરે 40000ની લાંચ માગી હતી. જે બાદમાં ફરિયાદીના ઘરે જઈ સર્વેયરે 10,000 લઇ લીધા બાદ બાકીના 30,000 લેવા આવતા ACBએ રંગેહાથે તેને 30,000ની રકમ સ્વીકારતાં ઝડપી લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ACBએ સફળ ટ્રેપ કરતાં હડકંપ મચી ગયો છે. જમીન અને રેકર્ડની કચેરી ખાતે સર્વેયર તરીકે ફરજ બજાવતા હરેશ દલજીભાઈ પ્રજાપતિને સ્થાનિક ફરિયાદીએ પોતાની જમીનમાં રી-સર્વેની કામગીરી દરમ્યાન થયેલ વધઘટ બાબતે રજૂઆત કરી હતી. જેથી સર્વેયર જમીનને મૂળ માપમાં લાવી આપવા માટે ફરિયાદી પાસે 40,000ની લાંચ માગી હતી. જે બાદમાં આરોપી સર્વેયરે ફરિયાદીના ઘરે જઈ 10,000ની લાંચ સ્વીકારી હતી. આ તરફ બાકીના 30,000 ફરિયાદી આપવાની ઇચ્છા ન હોય તેમણે બનાસકાંઠા ACBનો સંપર્ક કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઈ ACBને જાણ કર્યા બાદ ACBએ પાલનપુરમાં જ ટ્રેપ ગોઠવી હતી. ACB બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ બનાસકાંઠા ACB પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.ચૌધરી ની ટીમે પાલનપુરના કોઝી રોડ ઉપર તિરુપતિ પ્લાઝામાં આવેલ માધવી દુકાન નજીક વોચ ગોઠવી હતી. જ્યાં આરોપી હરેશ પ્રજાપતિ લાંચની રકમ 30,000 રૂપિયા રોકડા સ્વિકારતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો. ACBની ટીમે લાંચિયા સર્વેયરને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સહિતની કવાયત શરૂ કરી છે.