ACB@પાટણ: UGVCLના નાયબ ઈજનેર 10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

અટલ સમાચાર, પાટણ પાટણના એક વેપારી પાસેથી યુજીવીસીએલના નાયબ ઈજનેર એમ.જી.પટેલ અને તેમના વચેટિયાને પાટણ એસીબીની ટીમે સોમવારે રૂ.10 હજારની લાંચ લેતાં પાવર હાઉસ પાસે આવેલી નાયબ ઈજનેરની કચેરીમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા. શહેરના એક વેપારીએ તેમના બોલ્ટ બનાવવાના કારખાનામાં વીજ મીટર માટે અરજી કરી હતી. પરંતુ નાયબ ઈજનેર મનુભાઈ ગણેશભાઈ પટેલે બહાના બતાવી મીટર
 
ACB@પાટણ: UGVCLના નાયબ ઈજનેર 10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

અટલ સમાચાર, પાટણ

પાટણના એક વેપારી પાસેથી યુજીવીસીએલના નાયબ ઈજનેર એમ.જી.પટેલ અને તેમના વચેટિયાને પાટણ એસીબીની ટીમે સોમવારે રૂ.10 હજારની લાંચ લેતાં પાવર હાઉસ પાસે આવેલી નાયબ ઈજનેરની કચેરીમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા. શહેરના એક વેપારીએ તેમના બોલ્ટ બનાવવાના કારખાનામાં વીજ મીટર માટે અરજી કરી હતી. પરંતુ નાયબ ઈજનેર મનુભાઈ ગણેશભાઈ પટેલે બહાના બતાવી મીટર આપ્યું ન હતું અને ત્યારબાદ વચેટિયા પ્રકાશ નરોત્તમભાઈ સથવારાએ વેપારીને મળી સાહેબનો વ્યવહાર કરવો પડશે તેમ કહી રૂ.25 હજાર લાંચની માગણી કરી હતી.

જેમાં 15 હજાર આપવાનું નક્કી થયું હતું, પરંતુ વેપારી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ આપી હતી. જેને પગલે પાટણ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવી નાયબ ઈજનેરની કચેરીએ પહોંચી હતી. પ્રથમ વેપારી સાથે વચેટિયા પ્રકાશે વાતચીત કર્યા બાદ નાયબ ઈજનેર એમ.જી.પટેલે વેપારી પાસેથી રૂ.10 હજારની લાંચ લેતાં ઈજનેર અને વચેટિયાને પીઆઈ પટેલે પકડી લીધા હતા.