ACB@રાજકોટઃ પોલીસ કોન્સ્ટેબલ રૂ.25,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અટલ સમાચાર, રાજકોટ ગુજરાતમાં દારૂબંધીનો લાભ લઇને પોલીસ દારૂ પીધેલા લોકો પાસેથી રૂપિયા ખંખેરતી હોવાના અનેક કિસ્સા બન્યા છે. રાજકોટ જિલ્લામાં દારૂ પીધેલા દુકાનદાર પાસેથી જામીન પર મુક્ત કરવા માટે એક લાખ રૂપિયા લાંચની માગણી કરી હતી. જોકે, અંતે રૂ.25,000માં મામલો થાળે પાડ્યો હતો. દુકાનદારે એસીબીને જાણ કરતા એસીબીની ટ્રેપમાં પોલીસ કર્મચારી રૂ.25,000 લેતા રંગે
 
ACB@રાજકોટઃ પોલીસ કોન્સ્ટેબલ રૂ.25,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અટલ સમાચાર, રાજકોટ

ગુજરાતમાં દારૂબંધીનો લાભ લઇને પોલીસ દારૂ પીધેલા લોકો પાસેથી રૂપિયા ખંખેરતી હોવાના અનેક કિસ્સા બન્યા છે. રાજકોટ જિલ્લામાં દારૂ પીધેલા દુકાનદાર પાસેથી જામીન પર મુક્ત કરવા માટે એક લાખ રૂપિયા લાંચની માગણી કરી હતી. જોકે, અંતે રૂ.25,000માં મામલો થાળે પાડ્યો હતો. દુકાનદારે એસીબીને જાણ કરતા એસીબીની ટ્રેપમાં પોલીસ કર્મચારી રૂ.25,000 લેતા રંગે હાથે ઝડપાયા હતા.

રાજકોટના વીરપુર ગામમાં એક દુકાનમાં દુકાનદાર દારુ પીધેલી હાલતમાં હતો ત્યારે વીરપુર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ અશ્વિનસિંહ નીરુભા અને રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ વાળાએ પકડ્યા હતા. બંને પોલીસ કર્મચારીઓએ દુકાનદારને જામીન ઉપર મુક્ત કરવાના અવેજ પેટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. અંતે દુકાનદાર રૂ. 25,000 આપવા માટે રાજી થયા હતા.

ACB@રાજકોટઃ પોલીસ કોન્સ્ટેબલ રૂ.25,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

જોકે, દુકાનદાર લાંચની રકમ આપવા ન માંગતા એસીબીનો ટોલફ્રી નંબર 1064 ઉપર કોલ કરીને જાણ કરી હતી. જેથી રાજકોટ એસીબી એકમની ટીમ અને મોરબી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે છટકું ગોઠવ્યું હતું. ગત 9-8-2019ના રોજ રાજેન્દ્ર લાંચની રકમ રૂ.25,000 લેતા રંગેહાથે ઝડપાયો હતો. અને રાજેન્દ્ર ઘટના સ્થળ ઉપરથી ભાગી ગયો હતો.