થરાદ: ચાંગડાના સરપંચ 10 હજારની લાંચ લેતાં ઝડપાતાં સનસનાટી

અટલ સમાચાર, ડીસા થરાદ તાલુકાના ચાંગડા ગામના સરપંચ લાંચ લેતાં ઝડપાઇ ગયા હોવાનું સામે આવ્યું છે. ગામના રહેવાસીએ મિલકત આકારણી કરવા તલાટીની મદદ માંગી હતી. જોકે તલાટીએ સમગ્ર વિષયે સરપંચને વાત કરવાનું કહ્યું હતું. જેમાં સરપંચ 50,000 પૈકી શરૂમાં 10 હજાર રૂપિયા વચેટિયા મારફત લેવા જતાં ACBના ઝપટમાં આવી ગયા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના
 
થરાદ: ચાંગડાના સરપંચ 10 હજારની લાંચ લેતાં ઝડપાતાં સનસનાટી

અટલ સમાચાર, ડીસા

થરાદ તાલુકાના ચાંગડા ગામના સરપંચ લાંચ લેતાં ઝડપાઇ ગયા હોવાનું સામે આવ્યું છે. ગામના રહેવાસીએ મિલકત આકારણી કરવા તલાટીની મદદ માંગી હતી. જોકે તલાટીએ સમગ્ર વિષયે સરપંચને વાત કરવાનું કહ્યું હતું. જેમાં સરપંચ 50,000 પૈકી શરૂમાં 10 હજાર રૂપિયા વચેટિયા મારફત લેવા જતાં ACBના ઝપટમાં આવી ગયા છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચાંગડા જૂથ ગ્રામ પંચાયતના રહીશે વડીલોપાર્જિત મિલ્કતની આકારણી ભરી ન હતી. આથી મિલકત નંબરના ફેરફારથી પંચાયતના નામે થઈ હતી. જેથી રહીશે જુના આકારણી પત્રકો તલાટીને બતાવતાં સરપંચનો વિષય હોવાનુ જણાવી દીધું હતું.

અરજદારે સમગ્ર બાબતે સરપંચ દાનાભાઈ કાળાભાઈ મકવાણાને જણાવ્યું હતું કે મારા દાદા મરણ પામેલ હોઈ મીલ્કત અમારા સંયુકત નામે કરવી છે. જેથી સરપંચે ખર્ચો કરવો પડશે તેવો અભિપ્રાય આપ્યો હતો. અરજદારે વધુ પુછતાં સરપંચે જણાવેલ કે 50,000/- થશે. જેથી અરજદારે ઓછા કરવાનુ જણાવતાં સરપંચે કહેલ કે હાલ અર્ધા આપો બીજા કામ થયા પછી. જેથી અરજદારે 10,000 આપવાનું કહ્યું હતું.

સરપંચે લાંચની રકમ મેવાભાઈ કાળાભાઈ મકવાણાને આપવા જણાવ્યું હતું. જોકે અરજદાર લાંચની રકમ આપવા માંગવા ના હોઇ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી બનાસકાંઠા એસીબી ટીમ દ્વારા ગોઠવેલ છટકામાં સરપંચના કહેવા મુજબ વચેટિયાએ લાંચની રકમની માંગણી કરી સ્વીકારતાં લાખણી નજીક પકડાઈ ગયો હતો. જેને પગલે જિલ્લાભરના પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે.