અટલ સમાચાર,હિંમતનગર
હિંમતનગર A ડીવીઝનના ASI અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા
સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર ખાતે પોલીસ ઘ્વારા લાંચ માંગવાની ફરીયાદ કરતાં ગાંધીનગર એસીબીના દ્વારા છટકું ગોઠવી હિંમતનગર એ ડીવીઝનના એ.એસ.આઇ.દિનેશભાઇ હીરાભાઇ પરમાર તથા એલઆરડીના કર્મચારી જસ્મીન દશરથભાઇ પાંડવને લાંચની રકમ સ્વીકારતાં સહકારી જીન પાસેથી રંગે હાથ ઝડપી લેવાયા હતા. જેમા લાંચની રકમ પ,૦૦૦ પણ જપ્ત કર્યા હતા.