ACB ટ્રેપ: વર્ધીને બદનામ કરતા પીએસઆઈ 20 હજારની લાંચમાં રંગેહાથ ઝડપાયા

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર) બનાસકાંઠા જિલ્લાના શિહોરી પોલીસ મથકના પીએસઆઈ વર્ષો જુના દારૂના કેસમાં આરોપીના રિમાન્ડ દરમિયાન હેરાન પરેશાન ના કરવા ફરિયાદી પાસે 20 હજારની માગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ આપી હતી. જે મામલે શિહોરી પીએસઆઈ લાંચ લેતા રંગેહાથ ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લાના શિહોરી
 
ACB ટ્રેપ: વર્ધીને બદનામ કરતા પીએસઆઈ 20 હજારની લાંચમાં રંગેહાથ ઝડપાયા

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના શિહોરી પોલીસ મથકના પીએસઆઈ વર્ષો જુના દારૂના કેસમાં આરોપીના રિમાન્ડ દરમિયાન હેરાન પરેશાન ના કરવા ફરિયાદી પાસે 20 હજારની માગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ આપી હતી. જે મામલે શિહોરી પીએસઆઈ લાંચ લેતા રંગેહાથ ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના શિહોરી પોલીસ મથકમાં વર્ષો જૂનો દારૂના કેસમાં રાજસ્થાનના કુંડા ગામના એક આરોપીનું નામ ખુલતા શિહોરી પોલીસના પીએસઆઈ પી.જે.જેઠવાએ આરોપીની ધરપકડ કરી હતી. શિહોરી પોલીસ મથક ખાતે લાવી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. જેમાં આરોપીના પુત્ર પાસે શિહોરી પીએસઆઈએ આરોપીના રિમાન્ડમાં હેરાન પરેશાન ના કરવા અને જામીન ઝડપી મળી જાય તે માટે આરોપીના પુત્ર પાસે 20 હજારની લાંચ માગી હતી. જેમાં તારીખ 10/6/2019 ના રોજ શિહોરી પોલીસ મથકના પીએસઆઈ પી.જે.જેઠવા દિયોદર ચાર્જમાં હતા ત્યારે ફરિયાદી પાસે ચેમ્બરમાં લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલ પીએસઆઈને સરકારી આરામ ગૃહ ખાતે લઇ જવામાં આવ્યા હતા, અને ફરિયાદીનું નિવેદન લઇ પીએસઆઈ સામે લાંચ અંગેનો ગુનો નોંધાયો છે.