ઉ.ગુ.માં ACBની બેટિંગ:પ્રાંતિજ પ્રાંત કચેરીના કર્મચારી અને પુત્ર પ૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

અટલ સમાચાર,પ્રાંતિજ સાબરકાંઠા જીલ્લાની પ્રાંતિજ પ્રાંતકચેરીમાં જમીન કેસના જાગૃત નાગરીકે લાંચિયા કર્મચારી વિરૂધ્ધ એસીબીને ફરીયાદ કરી હતી. પ્રાંત કચેરીના શિરસ્તેદાર શામળભાઇ મગનભાઇ પટેલે મામલતદાર કચેરીમાં એન્ટ્રી કરાવવા પ૦૦૦ ની લાંચ માંગી હતી. જે સંદર્ભે ગાંધીનગર એસીબીના પોલીસ ઇન્સ્પેકટર,મદદનીશ નિયામક,એસીબી ગાંધીનગર તથા તેમની ટીમ ઘ્વારા છટકું ગોઠવી શિરસ્તેદાર વતી પ૦૦૦ની લાંચ લેતા પુત્રને ઝડપી લીધો હતો.
 
ઉ.ગુ.માં ACBની બેટિંગ:પ્રાંતિજ પ્રાંત કચેરીના કર્મચારી અને પુત્ર પ૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

અટલ સમાચાર,પ્રાંતિજ

સાબરકાંઠા જીલ્લાની પ્રાંતિજ પ્રાંતકચેરીમાં જમીન કેસના જાગૃત નાગરીકે લાંચિયા કર્મચારી વિરૂધ્ધ એસીબીને ફરીયાદ કરી હતી. પ્રાંત કચેરીના શિરસ્તેદાર શામળભાઇ મગનભાઇ પટેલે મામલતદાર કચેરીમાં એન્ટ્રી કરાવવા પ૦૦૦ ની લાંચ માંગી હતી. જે સંદર્ભે ગાંધીનગર એસીબીના પોલીસ ઇન્સ્પેકટર,મદદનીશ નિયામક,એસીબી ગાંધીનગર તથા તેમની ટીમ ઘ્વારા છટકું ગોઠવી શિરસ્તેદાર વતી પ૦૦૦ની લાંચ લેતા પુત્રને ઝડપી લીધો હતો. પ્રાંતિજ તાલુકા પંચાયત સામે આવેલી ખાનગી ઓફીસ નજીકથી લાંચ સ્વીકારતા પકડાઇ જતાં પંથકમાં પિતા-પુત્રની કંપની વિશે ચર્ચાએ જોર પકડયું છે.

પ્રાંતિજ તાલુકાના સ્થાનિક નાગરિકે ૬ નંબરના હકકપત્રકમાં એન્ટ્રી કરાવવા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. જે નામંજુર થતા અરજદારે પ્રાંત કચેરીમાં અપીલ કરી હતી. આથી ગત તા.૦૩/૦૧/૨૦૧૯ ના રોજ સુનાવણી પછી પ્રાંતકચેરીના શિરસ્તેદાર શામળભાઇ મગનભાઇ પટેલે ઓફરી કરી હતી. જેમાં નોંધ કરવા રૂ.૧૦,૦૦૦/ ની માંગણી કરી હતી. જેથી શિરસ્તેદારે લાંચની રકમ માટે તેમના પુત્ર કુલદીપ શામળભાઇ પટેલનો સંપર્ક કરી લેવા કહયું હતુ. જેનીસામે અરજદાર લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. આથી કુલદીપ પટેલને મળી લાંચના નાણાં અંગે વાતચીત કરી રૂ.૫,૦૦૦/માં એન્ટ્રી કરવાનું જણાવ્યું હતુ. આથી અરજદારે શિરસ્તેદારના પુત્ર કુલદીપ પટેલને મળી રૂ.૫,૦૦૦/ લાંચ આપતા છટકું ગોઠવેલ એસીબી ટીમ પહોંચી ગઇ હતી. જયાં લાંચની રકમ પ૦૦૦ સ્વીકારતા આરોપી કુલદીપ શામળભાઇ પટેલ અને શામળભાઇ મગનભાઇ પટેલે એકબીજાની મદદગારી કરી મેળાપીપણામાં ગુનો આચરતાં તેમની અટકાયકત કરવામાં આવી હતી.