ઝડપાયો@પાટણ: LCBએ 6 મોટર સાઇકલ ચોરનાર ખીમાણાના શખ્સને દબોચ્યો

અટલ સમાચાર, પાટણ પાટણ પોલીસ અધિક્ષક શોભા ભુતડાએ પાટણ જીલ્લામાં બનતાં મોટર સાયકલ ચોરીના બનાવો અટકાવવા સારૂ કરેલ સુચના આધારે પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા એલ.સી.બી.પાટણ, એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી, એ.એસ.આઇ ભરતસિંહ પ્રભાતજી, અ.હે.કો. કિર્તીસિંહ અનુજી, અ.હેડ કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ, અ.પો.કોન્સ. જીતેન્દ્રકુમાર ગોવીંદભાઇ, અ.પો.કો. રોહીતકુમાર લક્ષ્મણભાઇ વિગેરે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં મિલકત સબંધી ગુનાઓ લગત પેટ્રોલીંગમાં નીકળેલ
 
ઝડપાયો@પાટણ: LCBએ 6 મોટર સાઇકલ ચોરનાર ખીમાણાના શખ્સને દબોચ્યો

અટલ સમાચાર, પાટણ

પાટણ પોલીસ અધિક્ષક શોભા ભુતડાએ પાટણ જીલ્લામાં બનતાં મોટર સાયકલ ચોરીના બનાવો અટકાવવા સારૂ કરેલ સુચના આધારે પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા એલ.સી.બી.પાટણ, એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી, એ.એસ.આઇ ભરતસિંહ પ્રભાતજી, અ.હે.કો. કિર્તીસિંહ અનુજી, અ.હેડ કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ, અ.પો.કોન્સ. જીતેન્દ્રકુમાર ગોવીંદભાઇ, અ.પો.કો. રોહીતકુમાર લક્ષ્મણભાઇ વિગેરે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં મિલકત સબંધી ગુનાઓ લગત પેટ્રોલીંગમાં નીકળેલ હતા.

આ દરમ્યાન બાતમીને આધારે પોલીસે ઠાકોર વિપુલજી રમેશજી રહે.ખિમાણા તા.જી.પાટણ જી.બનાસકાંઠાને એક ચોરીના એચ.એફ.ડીલક્ષ મોટર સાયકલ સાથે પકડયો હતો. શખ્સની પોલીસે સધન પુછપરછ કરતાં તેણે છ મોટર સાયકલોની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1) એચ.એફ.ડીલક્ષ મો.સા. નંબર -જી.જે.૦૨.બી.જી.૭૪૩૧ નું આશરે દશેક દિવસ પહેલા પાટણ બકુલ પાર્ટી પ્લોટ પાસેથી ચોરી કરેલ જે બાબતે તપાસ કરતાં પાટણ સીટી બી ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.રનંબર-૭૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી.થયેલ હોય સદર મોટર સાયકલ કી.રૂ.૧૫,૦૦૦નું ગણી કબજે કરેલ છે.

(2) હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનુ મોટર સાયકલ નંબર જી.જે.૧૧.એ.જે.૭૬૬૫નું આશરે બે મહિના પહેલાં થરા-ટોટાણા રોડ ઉપરથી ચોરી કરેલ જે મોટર સાયકલ કી.રૂ.૧૫,૦૦૦ નું ગણી કબજે કરેલ છે

(3) હીરો કંપનીનુ એચ.એફ.ડીલક્ષ લાલ કલરનુ મોટર સાયકલ નંબર-GJ-24-AD-6549નું જે ઠાકોર ટીપુજી રહે.શિહોરીવાળાએ ચોરી કરેલ તેને મદદગારી કરેલ જે મો.સા. કિં.રૂ.૨૦,૦૦૦નું ગણી ક્બજે કરેલ છે.

(4) હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો કાળા કલરનુ મોટર સાયકલ નંબર- GJ-24-Q-6456નું આશરે દોઢેક મહિના પહેલા થરા-ટોટાણા રોડ ઉપરથી ચોરી કરેલ જે બાઇક કિ.રૂ.૨૦,૦૦૦નુ ગણી કબ્જે કરેલ છે.

(5) હીરો કંપનીનુ એચ.એફ.ડીલક્ષ લાલ કલરનુ મોટર સાયકલ નંબર- GJ-08-AR-9736નું આશરે એક મહિના પહેલા થરા મુકામેથી ચોરી કરેલ જે બાઇક કિ.રૂ.૨૦,૦૦૦નુ ગણી કબ્જે કરેલ છે.

(6) હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનુ મોટર સાયકલ નંબર- GJ-08-AN-8650નું જે ઠાકોર ટીપુજી રહે.શિહોરીવાળાએ ચોરી કરેલ તેને મદદગારી કરેલ જે મોટરસાયકલ કિ.રૂ.૧૦,૦૦૦નુ ગણી કબ્જે કરેલ છે.