દુર્ઘટના@ગુજરાત: અમદાવાદ જતી એમ્બ્યુલન્સ સળગી ઉઠતા નવજાત શિશુ, પિતા, ડોકટર સહિત 4ના મોત

 
ઘટના
ચાર લોકો બહાર ન નીકળી શકતા જીવતા ભુંજાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

નવજાત શિશુને સારવાર માટે અમદાવાદ લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ અચાનક સળગી ઉઠતા તેમાં સવાર બાળક, તેમના પિતા ઉપરાંત એક ડોકટર એક નર્સ સહિત ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા.અન્ય ત્રણ વ્યકિત પણ ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે આગના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.સમગ્ર પંથકમાં એરરાટી સર્જાઈ હતી.

 

આ દુર્ઘટના વિશે પ્રાપ્ત માહિતી પ્રમાણે તાજા જન્મેલા નવજાત શિશુની તબિયત કટોકટીભરી હોવાથી મોડાસાની હોસ્પિટલમાંથી ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવી રહ્યુ હતું. ત્યારે મોડાસાના ધનસુરા તરફ પસાર થતા માર્ગ પર રાણા સૈયદ વિસ્તારમાં એકાએક એમ્બ્યુલન્સ સળગી ઉઠી હતી.ચાલકે તુર્ત વાહન ઉભુ રાખી દીધુ હતું. પરંતુ જોતજોતામાં એમ્બ્યુલન્સ વાહન ઉભુ રાખી દીધુ હતું. પરંતુ જોતજોતામાં એમ્બ્યુલન્સ આગની જવાળામાં લપેટાઈ ગયુ હતું. ચાર લોકો બહાર ન નીકળી શકતા જીવતા ભુંજાઈ ગયા હતા અને અન્ય ત્રણ દાઝી ગયા હતા.

 

મોતને ભેટેલા લોકોમાં એક દિવસનું નવજાત બાળક, તેના પિતા જીજ્ઞેશભાઈ મોચી, અમદાવાદના 30 વર્ષિય ડોકટર રાજકરણ શાંતિલાલ રેટીયા તથા નર્સ ભુરીબેન રમણભાઈ મનાતનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર અંકિત રામાભાઈ ઠાકોર ગૌરાંગ મહેશભાઈ મોચી તથા ગીતાબેન મહેશભાઈ મોચીનો સમાવેશ થાય છે. મહીસાગર જીલ્લાના લૂણાવાડાનાં રહેવાસી જીગ્નેશભાઈ મહેશભાઈ મોચીનાં તાજા જન્મેલા ઉ.વ.1 દિવસ બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પીટલમાંથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતુંહ આ ગોઝારી ઘટના બની હતી જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતા મૃત્યુ પામ્યા હતા.