અકસ્માત@અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે AMTSની ટક્કરે મહિલાનું મોત

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદમાં આજે સવારે ન્યુકોટન ચાર રસ્તા, મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે એએમટીએસની ટક્કર વાગતા અજાણી મહિલાનું મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ એએમટીએસ બસ મુકીને ડ્રાઇવર અને કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ ગમખ્વર અકસ્માત બાદ લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
અકસ્માત@અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે AMTSની ટક્કરે મહિલાનું મોત

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં આજે સવારે ન્યુકોટન ચાર રસ્તા, મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે એએમટીએસની ટક્કર વાગતા અજાણી મહિલાનું મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ એએમટીએસ બસ મુકીને ડ્રાઇવર અને કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ ગમખ્વર અકસ્માત બાદ લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના સંકટ વચ્ચે અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, એક મહિલા પોતાના વાહન પર ન્યૂ કોટન ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે તેને એએમટીએસની ટક્કર વાગતા આ અકસ્માત સર્જાયો હતો.