દુર્ઘટના@અમદાવાદ: ચાંદખેડામાં AMTS બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો, એક વ્યક્તિનું મોત

ટક્કર એટલી ભયંકર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુ:ખદ અકસ્માત ચાંદખેડા વિસ્તારમાં બન્યો હતો. આ અકસ્માત AMTS બસ અને કાર વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. કાર બસના પાછળના ભાગ સાથે અથડાઈ ગઈ. ટક્કર એટલી ભયંકર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. કારમાં સવાર અન્ય લોકોને ઇજાઓ પહોંચી હતી. બધા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં રવિવારે મોડી રાત્રે શીલજ કેનાલ રોડ પર એક અર્ટિગા કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે યુવાનોના મોત થયા હતા. આમ શહેરમાં વધતી જતી ગતિના આતંકે વધુ બે યુવાનોના જીવ લીધા હતા. અમદાવાદના નવરંગપુરા અને ચાંદખેડા બાદ હવે શીલજમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી.આ અકસ્માતમાં ગાંધીનગર જિલ્લાના રહેવાસી બે યુવાનો, સાળા-બનેવીના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કાલોલના નાંદોલી ગામના રહેવાસી વિશાલ ઠાકોર અને ડભોડા ગામના રહેવાસી ભગાજી ઠાકોર શિલાજ કેનાલ રોડ પરથી મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અર્ટિગા કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બંનેનું મોત નીપજ્યું હતું.