દુર્ઘટના@અમદાવાદ: બાવળા પાસે કાર પલટી જતા 2 લોકોના ઘટનાસ્થળે મોત

ચોટીલાથી દર્શન કરીને પરત આવી રહ્યાં હતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બાવળા હાઈવે પર કારે પલટી મારતા 2 લોકોના મોત થયા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા છે. સમગ્ર ઘટનામાં મૃતકોને સારવાર મળે તે પહેલા જ તેમના મોત થયા છે, પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના બાવળા હાઈવે પર અકસ્માત થયો છે જેમાં 2 લોકોના મોત થયા છે, ચોટીલાથી દર્શન કરીને પરત આવી રહ્યાં હતા તે દરમિયાન કારે અચાનક પલટી મારી હતી જેમાં બે લોકોના મોત થયા છે અને બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનામાં બે યુવાનોના મોત થયા છે, પોલીસે ઘટના સ્થળે જઈને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે, અને સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા છે. અકસ્માત જેમની સાથે થયો છે તે લોકો અમદાવાદના વતની છે. ઓગણજથી ચોટીલા દર્શન માટે મિત્રો ગયા હતા અને ચોટીલાથી તે લોકો પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન બાવળા પાસે કારે પલટી મારી અને બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, પોલીસે અન્ય 2 ઈજાગ્રસ્તોના નિવેદન પણ લીધા છે, સાથે સાથે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને અન્ય પરિજનોને જાણ કરવામાં આવી છે, મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.