દુર્ઘટના@અંબાજી: ત્રિશુલીયા ઘાટ પર ફરી એક વખત લક્ઝરી બસને નડ્યો અકસ્માત, 20થી વધું લોકો ઘાયલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પર ફરી એક વખત લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 28 મુસાફર સવાર હતા. આ દુર્ઘટનામાં 20થી વધુ મુસાફર ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો. બસની બ્રેક ફેલ થતા અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. મેક્સ ગાડી કાર અને લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર અકસ્માત થયો હતો.
લક્ઝરી બસની બ્રેક ફેલ થતા મેક્સ ગાડી, કાર અને લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. અંબાજીથી દર્શન કરીને અંજારના ભક્તો પરત ઘરે જતા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. 8થી વધુ ઘાયલોને દાંતા હોસ્પિટલ તેમજ અન્યને વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અવાર નવાર ત્રિશુલિયા ઘાટ પર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. આ પહેલા પણ ખેડાના યાત્રિકોને અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા જેમાંથી 25થી વધુ મુસાફરોને ઇજા થઇ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત પણ થયા હતા.