આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી

ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની સાથે અંબાજી દર્શન કરી પરત ફરી રહયા હતા ત્યારે તેમના કાફલાને અકસ્માત નડયો હતો. જેમાં એક DySp સહિત 4 પોલીસકર્મી ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સાબરકાંઠામાં સીએમ વિજય રૂપાણીનાં કાફલાની પાઇલોટિંગ કરતી કારને અકસ્માત નડ્યો હોવાનાં સમાચાર મળી રહ્યાં છે. મહત્વનું છે કે સીએમ વિજય રૂપાણી પત્ની અંજલીબેન સાથે આજે વહેલી સવારે અંબાજી માતાનાં દર્શને ગયા હતાં. જ્યાંથી તેઓ પરત આવી રહ્યાં હતાં ત્યારે જ સીએમનાં કાફલામાં પાછળ આવી રહેલી કારને રસ્તામાં અચાનક જંગલી ભૂંડ આવી જતાં એક જીપ સાથે અકસ્માત થયો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે સીએમ વિજય રૂપાણીનાં પાઇલોટીંગ કારને રસ્તામાં જંગલી ભૂંડ નડતા તે એક જીપ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં જંગલી ભૂંડનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં પાઇલોટીંગ કારમાં સવાર પોલીસકર્મીઓને પણ સામાન્ય ઇજા પહોંચી છે. આ અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાલ પોલીસે આ મામલામાં તપાસ હાથ ધરી છે.

 

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code