અકસ્માત@અમીરગઢ: ગામમાંથી ઘરે જતાં યુવકને બેફામ કારે ફંગોળ્યો, સારવાર વચ્ચે મોત

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ અમીરગઢ તાલુકાના ગામે બેફામ કારની ટક્કરે રાહદારી યુવકનું મોત થયુ છે. આજે સવારે ગામથી પોતાના ઘરે જઇ રહેલાં યુવકને અજાણ્યાં કારચાલકે અડફેટે લીધો હતો. જે બાદમાં કારનો ચાલક ગાડી લઇને સ્થળ પરથી નાસી છુટ્યો હતો. આ તરફ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ અમીરગઢ સરકારી દવાખાને અને ત્યાર બાદ પાલનપુર
 
અકસ્માત@અમીરગઢ: ગામમાંથી ઘરે જતાં યુવકને બેફામ કારે ફંગોળ્યો, સારવાર વચ્ચે મોત

અટલ સમાચાર ડોટ કોમ, અમીરગઢ

અમીરગઢ તાલુકાના ગામે બેફામ કારની ટક્કરે રાહદારી યુવકનું મોત થયુ છે. આજે સવારે ગામથી પોતાના ઘરે જઇ રહેલાં યુવકને અજાણ્યાં કારચાલકે અડફેટે લીધો હતો. જે બાદમાં કારનો ચાલક ગાડી લઇને સ્થળ પરથી નાસી છુટ્યો હતો. આ તરફ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ અમીરગઢ સરકારી દવાખાને અને ત્યાર બાદ પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. જોકે ગંભીર પ્રકારની ઇજાઓને કારણે યુવકનું સારવાર વચ્ચે મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પરિવારજને અજાણ્યાં ફરાર કારચાલક સામે અમીરગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે આજે અકસ્માતની ઘટના સામે આવી છે. ડાભેલાના દિપકભાઇ પુરોહીતનો ભાણીયો નરસારામ સાંકળાજી રાજપુરોહીત ગામમાંથી આજે સવારે ઘરે આવી રહ્યો હતો. આ દરમ્યાન સવારે દસેક વાગ્યા આસપાસ એક લાલ કલરની કારે તેને પાછળથી ટક્કર મારતાં તે રોડીની સાઇડમાં ફંગોળાઇને પડી ગયો હતો. આ તરફ દિપકભાઇએ તાત્કાલિક યુવકને સારવાર અર્થે અમીરગઢ સરકારી દવાખાને ખસેડ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડતાં ગંભીર ઇજાઓને કારણે યુવકનું મોત થયુ છે.

અકસ્માત@અમીરગઢ: ગામમાંથી ઘરે જતાં યુવકને બેફામ કારે ફંગોળ્યો, સારવાર વચ્ચે મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇજાગ્રસ્ત યુવકને અમીરગઢ બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડ્યો હતો. જોકે કોરોનાના દર્દીઓને કારણે જગ્યા નહીં મળતાં યુવકને પાલનપુર સીવીલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે મૃતકના પરિવારજને અજાણ્યાં ફરાર કારચાલક સામે ફરીયાદ નોંધાવી છે. અમીરગઢ પોલીસે અજાણ્યાં ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.