દુર્ઘટના@અમરેલી: મીની બસ પલટતા એકનું ઘટના સ્થળે મોત, 20 મુસાફરોને ગંભીર ઇજાઓ

 
મીની બસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમરેલીના ગાવડકા રોડ પાસે મીની બસ પલટતા બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે મોત થયું હતું. અને 20  મુસાફરોને ગંભીર ઇજાઓ થઇ છે. ઈજાગ્રસ્ત મુસાફરોમાં 2 મુસાફરોની સ્થિતિ ગંભીર હોવાનું જણવા મળ્યું છે. આ બસ ધારીના ત્રંબકપુરથી અમરેલી પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી.

બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતારી હતી અને પલટી ખાઈ ગઈ હતી.આ દરમિયાન બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટના સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થળ પર પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તોને 108 અને પ્રાઈવેટ વાહનો મારફતે સિવિલ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા.