અકસ્માત@બનાસકાંઠાઃ શ્વાનને બચાવવા જતાં કારે પલટી ખાધી, એક મહિલાનું મોત
અકસ્માત@બનાસકાંઠાઃ શ્વાનને બચાવવા જતાં કારે પલટી ખાધી, એક મહિલાનું મોત

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠામાં સુરાણા ગામ પાસે આજે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા તેને બચાવવા જતા કાર પલટી ખાઇ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર માં બેઠેલ એક વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું. આ બનાવને પગલે આજુબાજુના લોકો અને દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી. દિયોદરમાં રહેતા દેસાઈ પરિવાર કાર લઈને સુરાણા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક રસ્તામાં શ્વાન આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બેકાબૂ બનેલી કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.

અટલ સમાચારને શેર કરવા અહીં ક્લીક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, શ્વાન ને બચાવવા જતા ફંગોળાયેલી કાર માં બેઠેલા 60 વર્ષીય વૃદ્ધ મહિલા લાડકીબેન ખુરશીભાઈ દેસાઈ ને પણ ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું બનાવને પગલે આજુબાજુના લોકો અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યારે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી કારચાલકની પણ સારવારથી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.