અકસ્માત@બેચરાજી: ટેમ્પો પલટી જતાં એકનું મોત, સાત ઘાયલ

અટલ સમાચાર, બેચરાજી (અહેવાલ:ભૂરાજી) મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના આકબાથી બહુચરાજી તરફ જઈ રહેલ છોટાહાથી દેથલી રોડ ઉપર પલટી ખાધી હતી. જેમાં સવાર એકનું વ્યક્તિનું મોત થવા પામ્યું છે. જ્યારે અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. પ્રાપ્ત થઈરહેલી માહિતી મુજબ બપોરના આશરે 3:30ના સમયે આકબાથી બહુચરાજી તરફ જઈ રહેલ છોટાહાથી દેથલી રોડ ઉપર કોઈ કારણોસર પલટી
 
અકસ્માત@બેચરાજી: ટેમ્પો પલટી જતાં એકનું મોત, સાત ઘાયલ

અટલ સમાચાર, બેચરાજી (અહેવાલ:ભૂરાજી)

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના આકબાથી બહુચરાજી તરફ જઈ રહેલ છોટાહાથી દેથલી રોડ ઉપર પલટી ખાધી હતી. જેમાં સવાર એકનું વ્યક્તિનું મોત થવા પામ્યું છે. જ્યારે અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

અકસ્માત@બેચરાજી: ટેમ્પો પલટી જતાં એકનું મોત, સાત ઘાયલ

પ્રાપ્ત થઈરહેલી માહિતી મુજબ બપોરના આશરે 3:30ના સમયે આકબાથી બહુચરાજી તરફ જઈ રહેલ છોટાહાથી દેથલી રોડ ઉપર કોઈ કારણોસર પલટી મારી ગયું હતું. તેમાં સવારી કરી રહેલ ધનજીભાઈ સોનાભાઈ દેવીપૂજકનું ઘટનાસ્થળ ઉપર મૃત્યુ થયું હતું. તેમજ અન્ય 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાને લઈ રોકકળ મચી ગઇ હતી.

અકસ્માત@બેચરાજી: ટેમ્પો પલટી જતાં એકનું મોત, સાત ઘાયલ

 

ઘટનાના પગલે લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત તમામને બહુચરાજી રેફરલ હોસ્પિટલ બાદ તમામને મહેસાણા રીફિર કરાયા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે એક મહિલાની આંખ બહાર આવી જવા પામી છે. વિચલિત કરી મૂકતી તસવીરો અમે દર્શાવતા નથી. પરંતુ અકસ્માતની ભયાનકતાનો અહેસાસ કરાવી રહી છે. તમામ ઘાયલ થયેલ ઇજાગ્રસ્તો દેથલી, આકબા અને બરીયફ ગામના હોવાની માહિતી મળી રહી છે.