અકસ્માતઃ પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બાઈક સવારને ટ્રકે કચડતા મોત

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર એન્જીનીયરીંગ કોલેજ આગળ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ રસ્તા પરથી એક આશાસ્પદ યુવાન બાઈક પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રક ચાલકના ગફળતભર્યા ડ્રાઈવીંગે યુવક ઉપરથી ટ્રક પસાર કરી દેતા તેનું પ્રાણપંખેરૂ ઉડી જવા પામ્યું હતું. આથી પંથકમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. પ્રાપ્ત થઈ
 
અકસ્માતઃ પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બાઈક સવારને ટ્રકે કચડતા મોત

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર એન્જીનીયરીંગ કોલેજ આગળ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ રસ્તા પરથી એક આશાસ્પદ યુવાન બાઈક પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રક ચાલકના ગફળતભર્યા ડ્રાઈવીંગે યુવક ઉપરથી ટ્રક પસાર કરી દેતા તેનું પ્રાણપંખેરૂ ઉડી જવા પામ્યું હતું. આથી પંથકમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.

અકસ્માતઃ પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બાઈક સવારને ટ્રકે કચડતા મોત

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર જગાણા એન્જીનીયરિંગ કોલેજ આગળ મંગળવારે સાંજના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે સાગ્રોસણાના બાઇક સવાર યુવક ધવલને કચડી દેતા તેનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટના બનતાં લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડ્‌યાં હતા.

અકસ્માતઃ પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બાઈક સવારને ટ્રકે કચડતા મોત
Advertisement

લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આ જગ્યા અકસ્માતગ્રસ્ત છે. અહીંથી પસાર થતાં અનેક ભારે વાહનોના કારણે અવાર-નવાર માર્ગ અકસ્માત સર્જાય છે. કેટલાય લોકો આ જગ્યાએ મોતને ભેટ્યા છે. સાગ્રોસણના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં પરિવારજનો અને ગામમાં અરેરાટી સાથે શોકની કાલીમા છવાઇ હતી.

અકસ્માતઃ પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બાઈક સવારને ટ્રકે કચડતા મોત
જાહેરાત