આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ચાણસ્મા નજીક બપોર દરમ્યાન ભારે વાહનોની અવરજવર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. ઓવરટેક કરવા જતાં વાહનોમાં બાહુબલી ગણાતા બે ટ્રકની ટક્કર થઇ છે. જેમાં ડ્રાઈવર સહિત અન્ય એકનો આબાદ બચાવ થતાં ભૂલને કારણે બંને ભાગી ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવી પોલીસને જાણ કરવાની તજવીથ હાથ ધરી હતી.

પાટણ જીલ્લાના ચાણસ્માથી મહેસાણા જતા હાઇવે પર ઝીલીયા નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આગળ જતા ટ્રકને ઓવરટેક કરી ટ્રેલર ચાલક સામેથી આવતા વાહનને જોઇ ગભરાઇ ગયો હતો. આ દરમ્યાન બચાવમાં બ્રેક મારી ટ્રકને અથડાય નહિ તે માટે વળાંક લીધો હતો. જોકે ટ્રેલરચાલકે આગળના ટ્રકને અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર હાઇવે માર્ગની બાજુમાં ખેતરોની ઝાડીમાં ઘુસી ગયુ હતુ.

swaminarayan
advertise

ગંભીર અકસ્માતને પગલે સદનસીબે ટ્રેલર ચાલક અને અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. ટ્રેલર ચાલકની ભૂલ હોઇ બંને ઇસમો અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. અકસ્માતને પગલે ટ્રેલરનો અડઘો ભાગ હાઇવે પર ત્યારે ભાગ ખેતરમાં હતો. આવી સ્થિતિમાં ઝીલીયા નજીકથી પસાર થતાં એકમાર્ગીય રસ્તો હોવાનું ચિત્ર બન્યુ છે. અકસ્માત બાદ મોડીરાત્રી સુધી ટ્રેલર હાઇવે પડી રહેતા વાહનચાલકોને અકસ્માતની બીક વચ્ચે ચાણસ્મા પોલીસની ભુમિકા સામે સવાલ બન્યા છે.

20 Sep 2020, 5:41 AM (GMT)

COVID-19 Global Stats

30,987,709 Total Cases
961,403 Death Cases
22,587,048 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code