દુર્ઘટના@દાંતા: મંડાલીમાં ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવકોના ઘટનાસ્થળે મોત

 
Akasmat

અકસ્માતની આ ઘટના ઓવરસ્પીડના કારણે ઘટી હોવાનું ક્હેવામાં આવી રહ્યું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ થંભતી નથી. એક બાદ એક અકસ્માતના અને મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. દાંતામાં ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે મોત થયા છે, તો ભાવનગરમાં પણ કાર અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયાની ઘટના ઘટી છે.

ભાવનગરમાં તળાજા હાઇવે પર ત્રાપજ ગામ નજીક ભાવનગર તરફ આવી રહેલી કાર પલટી જતા કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે, અને બે ઘાયલ થયા છે.બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી ગામમાં ટ્રેક્ટર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે મોત થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ મંડાલી ગામથી એક કિલોમીટર દૂર હનુમાનજી મંદિર ત્રણ રસ્તા પાસે આ ઘટના ઘટી હતી. 

મંડાલી તરફથી ટ્રેક્ટર ખેરોજ તરફ જતું હતું ત્યારે ખેરોજ તરફથી આવતું બાઈક ટ્રેક્ટર સાથે અથડાયું હતું, જેમાં બાઈક પર સવાર યુવકોના ઘટનાસ્થળે મોત થયા છે. અકસ્માતની આ ઘટના બાદ રોડ પર લોહી ફેલાઈ ગયું હતું અને લોકોનું ટોળું એકઠું થયું હતું. અકસ્માતની આ ઘટના ઓવરસ્પીડના કારણે ઘટી હોવાનું ક્હેવામાં આવી રહ્યું છે.