અકસ્માત@ડીસા: ટ્રેલર નીચે આવી ગયો બાઈક ચાલક, કમકમાટી ભર્યુ મોત
અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) ડીસા પંથકમાં બાઈક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચાલક યુવક ટ્રેલર નીચે આવતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ સાથે અન્ય એક ઈસમ ઘાયલ થયો હતો. યુવકના મોતને પગલે માળી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. ડીસાના માલગઢ પાટિયા પાસે બાઈક અને ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે.
Jul 14, 2019, 14:55 IST

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)
ડીસા પંથકમાં બાઈક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચાલક યુવક ટ્રેલર નીચે આવતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ સાથે અન્ય એક ઈસમ ઘાયલ થયો હતો. યુવકના મોતને પગલે માળી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.
ડીસાના માલગઢ પાટિયા પાસે બાઈક અને ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. અકસ્માતમાં બાઈક ચાલક યુવક ટક્કરને કારણે ટ્રેલર નીચે આવી ગયો હતો. ટાયરમાં આવી જતાં યુવકે ઘટનાસ્થળે દમ તોડ્યો હતો. રાજુજી નારણજી માળી નામના 22 વર્ષીય યુવાનનું મોત થતાં સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
આ સાથે અન્ય એક ઘાયલ યુવક ઘાયલ થયો હતો. કમલેશ લાલજી ભાટી નામના યુવકને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાને કારણે સમગ્ર માળી સમાજમાં શોકમય વાતાવરણ બની ગયું છે.