દુર્ઘટના@ડીસા: લોકલ ટ્રેનના ડબ્બાં પાટા પરથી નીચે ઉતર્યા, જાનહાનિ ટળતાં રાહત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા તાલુકાના ગામે આજે લોકલ ટ્રેન રેલવે પાટા પરથી નીચે ઉતરી ગઈ હોવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે બનેલી ઘટનાના કારણે ટ્રેનમાં બેઠેલા મુસાફરો ભયભીત થઈ ગયા હતા. અચાનક જ રેલ ટ્રેક પરથી નીચે ઉતરી જતા ભયનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે રેલવે પોલીસના જવાનો તેમજ
 
દુર્ઘટના@ડીસા: લોકલ ટ્રેનના ડબ્બાં પાટા પરથી નીચે ઉતર્યા, જાનહાનિ ટળતાં રાહત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા તાલુકાના ગામે આજે લોકલ ટ્રેન રેલવે પાટા પરથી નીચે ઉતરી ગઈ હોવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે બનેલી ઘટનાના કારણે ટ્રેનમાં બેઠેલા મુસાફરો ભયભીત થઈ ગયા હતા. અચાનક જ રેલ ટ્રેક પરથી નીચે ઉતરી જતા ભયનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે રેલવે પોલીસના જવાનો તેમજ રેલવેના અધિકારીઓ પહોંચી રાહત બચાવની કામગીરી હાથધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ઝેનાલ ગામ નજીક આજે એક દુર્ઘટના સામે આવી છે. જેમાં પાલનપુરથી જોધપુર જતી લોકલ ટ્રેન નંબર 24017 ડીસા તાલુકાના ઝેનાલ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં રેલવે એન્જિન સહિત બે ડબ્બા રેલવે પરથી નીચે ઉતરી ગયા હતા. ઝેનાલ રેલ્વે યાર્ડમાં જ્યારે ટ્રેન પ્રવેશ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ટ્રેનને અકસ્માત થતાં જ તમામ પેસેન્જર ગભરાઈ ગયા હતા.

અકસ્માત અંગે રાધનપુર રેલ્વે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ ભરતભાઈ પરમારે જણાવ્યું હતું કે, અકસ્માતના સમાચાર મળતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ રેલવેના બે પાટા વચ્ચે જગ્યા વધુ રહી જવા થી અકસ્માત સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાના પગલે બીજું એન્જિન બોલાવી લોકલ ટ્રેન અને મુસાફરોની રવાના કરાયા હતા. અત્યારે પાટાનું સમારકામ તેમજ અકસ્માત નું સાચું કારણ શોધવા માટે રેલવે તેમજ પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે. ટ્રેન ની સ્પીડ ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી છે.