દુર્ઘટના@ડીસા: ટ્રેઇલરની પાછળ ટ્રેઇલર ઘુસી જતાં અચાનક આગ, ચાલકનું મોત, 1 ગંભીર

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસામાં આજે વહેલી સવારે ઓવરબ્રિજ પર ટ્રેલરની પાછળ ટ્રેલર ઘુસી જતાં અકસ્માતની ઘટના સામે આવી હતી. અકસ્માત સર્જાયા બાદ ટ્રેલરમાં આગ લાગતાં ચાલક અને અન્ય એક વ્યક્તિ આગથી ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા. જે બાદમાં ચાલકનું ડીસા સિવીલ હોસ્પિટલ ખાતે મોત થયુ તો અન્ય એક યુવકની સ્થિતિ
 
દુર્ઘટના@ડીસા: ટ્રેઇલરની પાછળ ટ્રેઇલર ઘુસી જતાં અચાનક આગ, ચાલકનું મોત, 1 ગંભીર

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસામાં આજે વહેલી સવારે ઓવરબ્રિજ પર ટ્રેલરની પાછળ ટ્રેલર ઘુસી જતાં અકસ્માતની ઘટના સામે આવી હતી. અકસ્માત સર્જાયા બાદ ટ્રેલરમાં આગ લાગતાં ચાલક અને અન્ય એક વ્યક્તિ આગથી ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા. જે બાદમાં ચાલકનું ડીસા સિવીલ હોસ્પિટલ ખાતે મોત થયુ તો અન્ય એક યુવકની સ્થિતિ હાલ ગંભીર છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ તરફ ડીસા તાલુકા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતકની વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@ડીસા: ટ્રેઇલરની પાછળ ટ્રેઇલર ઘુસી જતાં અચાનક આગ, ચાલકનું મોત, 1 ગંભીર

બનાસકાંઠા જીલ્લાના ડીસા નજીક આખોલ ચાર રસ્તા પાસેના ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી. મૂળ પંજાબના જસપાલસિંગ જાટ મોરબીથી ટાઇલ્સ ભરી પશ્વિમ બંગાળ જવા ગઇકાલે રાત્રે નિકળ્યા હતા. જે બાદમાં આજે સવારે આશરે સાડા પાંચેક વાગે આખોલ ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકર આવતાં ટ્રેઇલરને ધીમુ કરતાં પાછળથી આવતું ટ્રેઇલર જસપાલસિંગના ટ્રેઇલર પાછળ ઘુસી ગયુ હતુ. જે બાદમાં જસપાલસિંહ કંઇ સમજે તે પહેલા ટ્રેઇલરમાં આગ લાગતાં અંદર બેઠેલા ચાલક અને અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં ચાલકનું ડીસા સિવિલમાં સારવાર દરમ્યાન મોત થયુ હોવાનું સામે આવ્યુ હતુ.

દુર્ઘટના@ડીસા: ટ્રેઇલરની પાછળ ટ્રેઇલર ઘુસી જતાં અચાનક આગ, ચાલકનું મોત, 1 ગંભીર

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આ તરફ હરપાલસિંગે પોતાના ટ્રેઇલરની ટ્રોલી પુરી બળી જતાં અલગ કરી નાંખી હતી. બાદમાં ડીસા રૂરલ પોલીસ મથકે ટ્રેઇલર ચાલક સામે ફરીયાદ દાખલ કરાવી છે. આ તરફ ડીસા રૂરલ પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 279, 337, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દુર્ઘટના@ડીસા: ટ્રેઇલરની પાછળ ટ્રેઇલર ઘુસી જતાં અચાનક આગ, ચાલકનું મોત, 1 ગંભીર