આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

ડીસા નજીક બનાસ પુલ પાસે બુધવારે મોડી રાત્રે બે ટ્રેલર સામે સામે અથડાયા હતા. જેનાથી બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી. વાહનોમાં આગને પગલે બે ચાલકો પણ સળગી ગયા હતા. આ સાથે બે મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પુલ ઉપર અકસ્માતને પગલે પાંચ કિ.મી. ટ્રાફીકજામ થઇ ગયો હતો.

બનાસકાંઠાના ડીસા શહેર નજીક બનાસ પુલ ઉપર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રેલર સામે સામે આવતા દરમ્યાન કોઇ કારણોસર સાઇડ કાપવાને બદલે સીધા ઘડાકાભેર અથડાઇ ગયા હતા. જેનાથી બંને વાહનોમાં આગની જવાળાઓએ કબજો કર્યો હતો. હાઇવે માર્ગ ઉપર બે વાહનો સળગી રહયા હોવાનું ધ્યાને આવતા રાહદારી અને પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. બચાવકાર્ય દરમ્યાન બે ઇસમો સળગીને ભસ્મિભૂત થઇ ગયા હતા. જયારે બે ગંભીર ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તરફ ફાયર ફાયટર બોલાવી યુધ્ધના ધોરણે આગ ઓલવવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code